ગડખોલ ઓવરબ્રિજ પાસેથી જુગાર રમતા એક મહિલા સહિત ત્રણ શખ્સોને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ
ભરૂચ જિલ્લામાં વધતુંજતું ગુનાખોરીનું પ્રમાણ અટકાવવા માટે તેમજ દારૂ જુગાર જેવી પ્રોહીબીટેડ પ્રવૃત્તિઓને અટકાવવા માટે પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર અંકલેશ્વર શહેર પોલીસ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમીના આધારે ગડખોલ ઓવરબ્રિજ પાસેથી જુગાર રમતા એક મહિલા સહિત ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જિલ્લામાં ચાલતી દારૂ જુગારની સામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે જુદી જુદી પોલીસ ટુકડીઓ બનાવી હોય જે અનુસંધાને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી ,તે દરમિયાન બાતમી મળેલ કે ગડખોલ ગામે બાપુનગર ઓવરબ્રિજ પાસે આવેલ ઝૂંપડપટ્ટીમાં ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો પતા- પાના વડે જુગાર રમી રમાડી રહ્યા છે , જે ચોક્કસ બાતમીના આધારે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે રેડ પાડતા (1) હેમા ઉર્ફે ગજરી કનુભાઈ સોલંકી ઉમર વર્ષ 45 રહે. બાપુનગર ઝુપડપટ્ટી અંકલેશ્વર, (2) મહંમદ યુસુફ નવાબ ઉંમર વર્ષ 40 રહે બાપુનગર ઓવરબ્રિજ પાસે ઝૂંપડપટ્ટી ગડખોલ અંકલેશ્વર, (3) ગુલામ મુસીફા ઉર્ફે મસ્તાન પીરુભાઈ મલેક ઉંમર વર્ષ 59 રહે. હાંસોટ ભાટવાડ ફળિયુ જીલ્લો ભરૂચ ને પોલીસે જાહેરમાં પત્તા પાના વડે જુગાર રમતા હોય ઝડપી પાડ્યા છે, તમામ આરોપીઓની અંગઝડતી કરતા ₹11,900 અંગઝડતીમાંથી મળી આવ્યા હોય તેમજ દાવ ઉપરના રૂપિયા 880 સહિત પત્તા પાના પાથરણું સહિતનો રૂપિયા 12,780 ના મુદ્દા માલ સાથે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે જપ્ત કરી ત્રણેય આરોપીઓની અટકાયત કરી છે.