માંગરોળ તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા નાઈટ બ્લડ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી.
વાંકલ :: એલીમીનેશન ઓફ લીમ્ફેટીક ફાઈલેરીયાસીસ અંતર્ગત કમ્ફર્મેટરી મેપીંગ બાબતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.અનિલ પટેલ તેમજ જિલ્લા મેલેરીયા અધિકારી,ડૉ.પ્રશાંત સેલર સુરતના સુપરવિઝન તેમજ માર્ગદર્શન હેઠળ માંગરોળ તાલુકામાં માઈક્રોફાઈલેરીયા માટે નાઈટ બ્લડ સર્વેની કામગીરી કરવામાં આવી.જેમાં માંગરોળ તાલુકાના ડુંગરી અને આંબાવાડી ખાતે mphw આશાવર્કર અને 6 ની ટીમો બનાવી બન્ને ગામ મળી કુલ 600 જેટલા વ્યક્તિઓનાં બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા.આ સર્વેની કામગીરીમાં જિલ્લા મેલેરિયા અધિકારી ડો પ્રશાંત સેલર એમના સ્ટાફ કૃપાબેંન તેમજ રાજુભાઈ સાથે હાજર રહ્યા હતા
આ પ્રોગ્રામમાં ગામના સરપંચ તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડો સમીર ચોધરી અને એમની ટીમનો સહયોગ મળેલ હતો.
Advertisement