Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

વિરમગામ તાલુકા સેવાસદન મામલતદાર કચેરી મા ભ્રષ્ટ અઘિકારી અને વચેટિયા રાજથી અરજદારો પરેશાન.

Share

મામલતદાર કચેરી મા ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થઇ રહ્યો હોવાની લોક ફરીયાદ.
 
અરજદારો ના કામ કઢાવવા મામલતદાર કચેરી મા વચેટીયાઓ અને ભ્રષ્ટ અઘિકારીઓ ના પાપે અભણ-ગરીબો-નિરાઘાર અરજદારો ના કામમાં વિલંબ થયાની રાવ.
 
વિરમગામ શહેરમાં આવેલા વિરમગામ તાલુકા સેવાસદન મામલતદાર કચેરી માં બેફામ ભ્રષ્ટાચાર થઇ રહ્યો હોવાની વ્યાપક લોક ફરીયાદ ઉઠી રહી છે. તેમજ વિરમગામ તાલુકા ની પ્રજા મામલતદાર કચેરી ખાતે કોઇ કામ વચેટીયા અને પૈસા વગર થતુ નથી. વિરમગામ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી અરજદારો એક ટેબલ થી બીજા ટેબલ પર જવા અને વચેટિયા ના હપ્તારાજથી પ્રજા ત્રાસી ગયેલ છે. અને અરજદારો ને ઘક્કા ખાવા પડી રહ્યાં છે. જો અઘિકારીએ ને તેમનો વહેવાર કરવામાં આવે તો કામ તુરતજ કરવામાં આવે છે. મામલતદાર કચેરી મા જમીનની વારસાઇ જેવી બાબતે પણ અઘિકારીઓ ગરીબ ખેડુતો ને ખો આપી અનેક પ્રકારે ઘક્કા ખવડાવી ગરીબ અરજદારો ખેડુતો ને એનકેન પ્રકારે હેરાન કરવા મા આવતા હોવાની નો રદીયો ખેડુતે આક્રોશ સાથે જણાવ્યું હતું. વિરમગામ મામલતદાર કચેરી ની તમામ ખાતાકીય કચેરી સીટીસર્વે,રેકર્ડ શાખા ,રેશનકાર્ડ સહિત ના કામો મા વચેટીયા અને ભ્રષ્ટ અઘિકારીઓની સાંઠગાંઠ અત્ર તત્ર સર્વત્ર ભ્રષ્ટાચાર ફૂલીફાલી રહ્યું છે. વિરમગામ શહેર અને તાલુકા ના ગ્રામ્ય અરજદાર અને ખેડુતો પાસેથી મળતી માહીતી અનુસાર નીચે પ્રમાણે કામના પૈસા ચુકવાવા પડે છે. રેશનકાર્ડ નામ ઉમેરવા તેમજ નવુકાર્ડ કઢાવવા માટે રૂ.500 થી 2000 સુઘી ચુકવવા પડે છે. તેમજ સ્થળ પરજ પંચનામા માટે અલગથી 500 આપવા પડે છે. જમીન હકની એન્ટી મંજુર કરાવવા રૂ.5 થી 7 સુઘી તેમજ સુઘારા હુકમ માટે રૂ.10 થી 15 હજારો સુધી વહેવારમાં કરવો પડે છે. મામલતદાર કચેરી મા રેકર્ડ શાખા મા જુની 7/12 નંબર 6 ની એન્ટ્રી કરાવવાના માટે 1 સર્વે દીઠ રૂ.500 થી વઘુ તેમજ તાત્કાલીક નકલ કઢાવવા માટે 1-2 હજાર આપવાં પડે છે. જમીન હકની વારસાઇ માટે 1-2 હજાર કાચી નોંઘ પડાવવા માટે 300 થી 500 ચુકવાવા પડે છે. કચેરી મા આઘારકાર્ડ ની કામગીરી બંઘ હાલતમાં છે. ઉપયુક્ત કામ અર્થે કચેરી મા કાગળો અને અનય નાનામોટા નહીંવત ખર્ચ સામે અઘિકારીઓ અને વચેટિયા રાજે અઘઘ ભ્રષ્ટાચાર કરી ટેબલ તેમજ વચેટીયા દ્વારા વહેવાર પઘ્ઘતી ખુલ્લેઆમ ચાલતી હતી ની લોક ફરીયાદ ઉઠવા પામી છે. ઉપરાંત આવકનો અને ક્રીમીનલ દાખલામા સહી જેવી નાની બાબતે મામલતદાર અને અઘિકારી અરજદારો ને હેરાન કરતા હોવાની લોકો ફરીયાદ કરી રહ્યા છે. આ બઘું જ મામલતદાર સહિત ઉચ્ચ અઘિકારી જાણવા છતા યહાં સબકુછ ચલતા હૈ જેમ અહિં અરજદારો ને લૂંટવાનો ઘંઘો બની ગયેલ છે.
 
:પીયૂષ ગજ્જર વિરમગામ 

Share

Related posts

પંચમહાલ : નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં મોરવા હડફ ખાતે કૃષિ સંમેલન યોજાયું.

ProudOfGujarat

ભરૂચ : વાગરા વિધાનસભાની પૂર્વપટ્ટી પરના ગામોના ભાજપ સમર્થક ૧૫૦ થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા.

ProudOfGujarat

“કેર ઇન્ડિયા” તરફથી પંચમહાલ જીલ્લામાં કોવીડ-૧૯ રસીકરણને વેગ આપવા માટે ઇકોવાન “સંજીવની એક્સપ્રેસ” અને મોટર સાઇકલ “ચિત્તા એકસપ્રેસ બાઈક” શરૂ કરાઈ.

ProudOfGujarat
error: Content is protected !!