Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં વીજ કરંટ લાગતા વેપારીનું મોત, દુકાનનું શટર ખોલતા કરંટ લાગ્યો

Share

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં વીજ કરંટ લાગતા વેપારીનું મોત, દુકાનનું શટર ખોલતા કરંટ લાગ્યો

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા તુલસીધામ શાકમાર્કેટમાં દુકાન ખોલતા વેપારીનું વીજ કરંટ લાગતાં કરુણ મોત નીપજ્યું હતું.ઘટનાની જાણ થતાં સી ડીવીઝન પોલીસે સ્થળ પર દોડી આવી અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

વેપારી વીજ કરંટ લાગતા તેમનું કરુણ મોત થયું ભરૂચમાં વરસાદી માહોલ વચ્ચે કરંટ લાગતા વેપારીનું મોત નીપજવાની ઘટના સામે આવી છે.ભરૂચના મકતમપુર વિસ્તારમાં આવેલા જહાનિયા પાર્કમાં રહેતા સલીમ જાફરભાઈ પઠાણ તુલસીધામ શાકમાર્કેટમાં શાકભાજીની લારી અને દુકાન ધરાવે છે. ગતરોજ રાત્રીના સમયે તેઓ લારીમાંથી સામાન દુકાનમાં મૂકવા જઈ રહ્યા હતા ત્યારે દુકાનનું શટર ઉંચુ કરતાં જ તેમને વીજ કરંટ લાગ્યો હતો.વીજ કરંટ લાગતા તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા.
બોક્સ બનાવની જાણ થતાની સાથે જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી.108 એમ્બ્યુલન્સની ટીમે ઘટના સ્થળે આવી તપાસ કરતા વેપારીનું મોત નીપજ્યું હતું.બનાવ અંગે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

અંકલેશ્વર ઓ.એન.જી.સી કલબ ખાતે બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરાયુ.

ProudOfGujarat

લીંબડી અમદાવાદ હાઈવે પર કાર અને બાઈક અકસ્માતમાં 4 વ્યક્તિ ઈજાગ્રસ્ત.

ProudOfGujarat

શહેરાના અગ્રણી રુપચંદ સેવકાણીને ગુજરાત હાઇકોર્ટે જામીન આપ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!