Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

વાહન વ્યવહાર નિગમના અધ્યક્ષના આદેશને ઘોળીને પી જતું ભરૂચ એસ.ટી નિગમ

Share

*વાહન વ્યવહાર નિગમના અધ્યક્ષના આદેશને ઘોળીને પી જતું ભરૂચ એસ.ટી નિગમ*

તિલકવાડા સ્ટોપેજનો આદેશ હોવા છતાં ભરૂચ એસટી નિગમ દ્વારા એસટીની બસો ઊભી ન રખાતા મુસાફરોમાં ભારે આક્રોશ

Advertisement

નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે એસ.ટી.ની બસોને પીકઅપ પોઇન્ટ શરૂ કરવા માટે તિલકવાડાના સામાજિક કાર્યકર ડબગરા શૈલેષ દ્વારા એસટી નિગમના ઉપાધ્યક્ષ અને ડાયરેક્ટરને પત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી, ત્યારબાદ સતત ત્રણ વખત એસટી નિગમ દ્વારા તિલકવાડા ખાતે સ્ટોપ આપવાની ભરૂચ વિભાગને જાણ કરવામાં આવી હોય તેમ છતાં ત્રણ વર્ષના સમયગાળા બાદ પણ તિલકવાડા ખાતે સ્ટોપ આપવામાં આવ્યો નથી જે બાબતે તિલકવાડા થી ભરૂચ તરફ આવતા જતા પેસેન્જર દ્વારા વિગતો આપતા જણાવ્યું છે કે ઘણા લાંબા સમયથી આ વિસ્તારના પેસેન્જરની માંગ હતી જેને ધ્યાને લઈ એસ.ટી.ની ગામે સ્ટોપેજ આપ્યો છે તેમ છતાં ભરૂચ એસટી વિભાગ તેને ગણકારતું નથી.

આ સમગ્ર મામલે તિલકવાડાના સામાજિક કાર્યકર દ્વારા અવારનવાર ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી, તિલકવાડાના ધારાસભ્ય દ્વારા પણ રજૂઆત કરાઈ હતી કે આ વિસ્તારના વિદ્યાર્થીઓ પાસ ધારકો આસપાસના વિસ્તારમાં સર્વિસ કરતા લોકોને તિલકવાડા ખાતે એસ.ટી ની બસોને સ્ટોપેજ આપવામાં આવે તો પેસેન્જરને પણ રાહત મળી રહે, ઉપરાંત સામાજિક કાર્યકરે તેઓએ કરેલી અરજીમાં એવું પણ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષથી તિલકવાડા ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યો હતો પરંતુ તેને અચાનક જ કેન્સલ કરવામાં આવતા અહીંના વિદ્યાર્થીઓ પાસ ધારકો પેસેન્જરને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે , ત્યારબાદ એસટી નિગમને તિલકવાડાના સામાજિક કાર્યકર દ્વારા એસટી નિગમને રજૂઆત કરવામાં આવતા એસટી નિગમ અધ્યક્ષ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી એસટીની બસને તિલકવાડા સ્ટોપેજ આપી પસાર થવાનો આદેશ આપવામાં આવ્યો છે, તેમ છતાં એસ.ટી નિગમના અધ્યક્ષના આદેશને પણ ભરૂચ એસટી વિભાગના મેનેજરો ડ્રાઇવરો કર્મચારીઓ આ આદેશને ઘોળીને પી ગયા હોય તેવું પેસેન્જર અને તિલકવાડાના સામાજિક કાર્યકરે જણાવ્યું છે, છેલ્લા ત્રણ વર્ષના આધાર પુરાવા પણ રજૂ કર્યા છે, જેમાં અમદાવાદ એસટી નિગમ દ્વારા અહીંથી પસાર થનારી તમામ બસોએ તિલકવાડા સ્ટોપેજ આપવાનો આદેશ કરવામાં આવ્યો છે, તેમ છતાં ભરૂચ એસ.ટી નિગમ દ્વારા આજ દિન સુધી એક પણ બસને તિલકવાડા થઈ પસાર કરવામાં આવતી ન હોવાથી પેસેન્જર અને તિલકવાડાના પાસ ધારકોમાં આ બાબતને કારણે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે.


Share

Related posts

રાજપીપળા : જિલ્લા પ્રભારી મંત્રી ખાબડના અધ્યક્ષપદે નર્મદા જિલ્લા આયોજન મંડળની યોજાયેલી બેઠક.

ProudOfGujarat

ગોધરા: મોરવા(હડફ) તાલુકાના સાલીયા ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિવસે મંત્રી બચુભાઇ ખાબડના વરદ હસ્તે ધ્વજ વંદન

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર મહિલા પોલીસ કો.ની બાઝ નજર હેઠળ ધારદાર સાધનો લઈ જવા મુશ્કેલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!