સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ પર વાગડીયા ચેકપોસ્ટ ખાતે રીક્ષા ચાલકો તથા ફરજ બજાવતા એસ. આર. પી.જવાનો વચ્ચે અવર-જવર ને લઈ હોબાળો મળ્યો
મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ પર વાગડીયા ચેકપોસ્ટ ખાતે સ્થાનિક રિક્ષાચાલકો તથા ફરજ બજાવતા જવાનો વચ્ચે વાહનોની અવરજવર ને લઈ શાબ્દિક ઘર્ષણ જોવા મળ્યું હતું. ફરજ બજાવતા એસ.આર.પી જવાનોનું કહેવું છે કે તમારી પાસે વહીવટી તંત્રનો મંજૂરી પાસ હોય તો અમે તમને જવા દઈશું. નહીંતર જવા દેવામાં નહીં આવે જેને લઇને સ્થાનિક રિક્ષાચાલકો તથા એસ.આર.પી જવાનો વચ્ચે શાબ્દિક ઘર્ષણ જોવા મળ્યું હતું.
સ્થાનિક રિક્ષાચાલકોનું કહેવું છે કે અમે અમારું રીક્ષા ચાલકોનો યુનિયન બનાવ્યું છે તથા અમે અહીંના હોવા છતાં પણ અમોને એસ.આર.પી જવાન દ્વારા જવા દેવામાં આવતા નથી તથા અમુક લાગતા વળગતા તથા ઓળખીતાઓને વગર મંજૂરીએ જવા દેવામાં આવે છે. જેને લઈને ફરજ બજાવતા જવાનો પર વાહલા દવલાની નીતિ અપનાવવાનો આક્ષેપ લગાવ્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટીના સી.ઈ.ઓ સાહેબને અમે ઘણીવાર રજૂઆત કરી છે તેમ છતાં પણ અમોને આજ દિન સુધી મંજૂરી પાસ આપવામાં આવ્યો નથી. અમારી હેરાનગતિ કરવામાં આવી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના માર્ગ પર પાસ વગરની ગાડીઓ કોની મંજૂરીથી જતી હશે? કોની રેમ નજર હેઠળ આ બધું ચાલી રહ્યું છે. ઘણી ગાડીઓ હેતુફેર વગર પણ જતી હોય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવિષ્યમાં કોઈ અજુગતિ ઘટના બનશે તો તે માટે જવાબદાર કોણ? વગેરે જેવી લોક-ચર્ચાએ જોર પકડ્યું છે. શું વહીવટીય તંત્રના અધિકારીઓ આ જવાબદારીઓ પોતાના માથે લેશે?
પાસ ફાળવવા મુદ્દે પણ અધિકારીઓ દ્વારા વહાલા ડવલાની નીતિઓ અપનાવવામાં આવતી હોવાની બૂમો ઉઠી છે
આ ઘટનાને લઇ રીક્ષા ચાલકોએ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી હતી