(વિશાલ મિસ્ત્રી રાજપીપળા)
હાલ રાજ્યમાં પાણીની કટોકટી છે ત્યારે આ કેનાલમાં પાણી હોત તો 1210 હેક્ટર જમીનોમાં ખેડૂતો ઉનાળુ પાક લઇ શકત ,રિચાર્જ કેનાલમાં 50 ક્યુસેક પાણી કાયમી રહેશે અને ખેડૂતો મોટર દ્વારા જયારે જરૂર હોય ત્યારે પાણી લઇ શકાશે જળસ્તર પણ ઉંચા આવશે।
એક તરફ સરદાર સરોવર નર્મદા ડેમના કેનલોમાંથી પાણી નહિ લેવાની સરકારની નોટિસો સામે ખેડૂતો ઠેરઠેર વિરોધ કરી રહ્યા છે.તો બીજી બાજુ નર્મદા જિલ્લામાં આવેલ કરજણ ડેમમાં પાણી છે પરંતુ કેનાલોનું કામ ખેડૂતોએ અટકાવતા કરજણ સિંચાઈ વિભાગ મુંજવણમાં મુકાયું છે.નાંદોદના કરજણ ડેમથી નર્મદા ડેમ સુધીના 16 જેટલા ગામડાના ખેડૂતોને કરજણ કેનલો થકી પાણી આપવાના હેતુથી સરકાર દ્વારા 18 કરોડના ખર્ચે 20મીટર પહોળી અને 16 કિલોમીટર લાંબી રિચાર્જ કેનલ બનાવવાનુ શરૂ તો કર્યું પરંતુ વચ્ચે આવતા સમારીયા ગામના ખેડૂતોએ પોતાના ખેતરોમાંથી પસાર ન કરવાનો વિરોધ કરતા કેનલનું અધૂરું કામ રહી ગયું છે.આ રિચાર્જ કેનાલમાં 50 ક્યુસેક પાણી કાયમી રહેશે અને ખેડૂતો મોટર દ્વારા જયારે જરૂર હોય ત્યારે પાણી લઇ શકાશે.જળસ્તર પણ ઉંચા આવશે એવો હેતુ હોવા છતાં પાણીના પહોંચ્યું કેમ કે કેનાલનું કામ હજુ અધૂરું છે.એક બાજુ રાજ્યમાં જળસંકટ પેદા થવાના એંધાણ છે તો બીજી બાજુ સમારીયા ગામના લોકોના વિરોધને કારણે છેલ્લા ઘણા સમયથી આ રિચાર્જ કેનલનું કામ અટક્યું છે.જો આજે આ કેનાલમાં પાણી હોત તો 1210 હેક્ટર જમીનોમાં ખેડૂતો ઉનાળુ પાક લઇ શકત પરંતુ સરકારની નીતિ અને કોન્ટ્રાક્ટરની ધીમી ગતિથી ખેડૂતો પર જળસંકટ ઉભું થયું છે.
નર્મદા જિલ્લામાં આવેલા બે બંધો પૈકી નર્મદા બંધનું પાણી જિલ્લાને મળતું નથી કારણ કે કેનાલ નથી પરંતુ અન્ય એક કરજણ બંધમાં પૂરતું પાણી છે. અને આ પાણી કેનાલો મારફતે પાણી પહોંચાડવા કરજણ સિંચાઈ યોજના મથામણ કરે છે.ખાસ કરીને રાજપીપલા ગોરા સુધીના ખેડૂતો માટે 18 કરોડ ના ખર્ચે એક રિચાર્જ કેનાલ બનાવી આ વિસ્તારમાં આવતા ખેતરોના જળસ્તર ઊંચા આવે તથા આજ કેનાલમાંથી બકનળી કે પમ્પ લગાવી ખેડૂતો બારે માસ ખેતી કરે તેવા પ્રયાસો કરવામા આવ્યા હતા.લગભગ 80 ટકા ખોદકામ પૂરું થઇ ગયું છે.પરંતુ વચ્ચે આવતા સમાંરીયા ગામના ખેડૂતોએ આ ખોદકામ અટકાવી હાલ પૂરતો પ્રોજેક્ટ અટકાવ્યો છે.પરંતુ કાર્યપાલક ઈજનેર કરજણ સિંચાઈ વર્તુળ વડોદરાનું માનીએ તો આ પ્રોજેક્ટ દ્વારા આ વિસ્તાર ના ખેતરમાં જળસ્તર પણ ઊંચા આવશે અને બકનળી કે પમ્પ દ્વારા પણ ખેતી કરી શકાશે.
આ મામલે સમારીયા ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે જે જમીનમાં અમે એક વર્ષમાં પાક પકવીએ છીએ જેનું પા ભાગનું પણ વળતર સરકાર અમને આપતી નથી અને અમારી પાસે માત્ર 2 એકર જમીનમાં 20 મીટર જમીન કેનલમાં આપી દઈએ તો અમારું ગુજરાન કઈ રીતે ચાલે.ત્યારે સરકાર પાસે ખેડૂતોએ પોતાની જમીનનો યોગ્ય વળતળ આપે તેવી માગ કરી છે.જો અમને યોગ્ય વળતર નહીં મળે તો અમે ઉગ્રઅંદોલન કરીશુ.આ કેનાલ દ્વારા અમારા ખેતરો રિચાર્જ થવાના નથી કે નથી અમને આનું પાણી કામ લાગે તેવું.
જ્યારે કરજણ કેનાલ સિંચાઈ વિભાગના અધિક્ષક ઇજનેરે જણાવ્યું હતું કે કેનાલનું કામ ધીમું ચાલે છે કેમ કે કેટલાક ખેડૂતોનો અમુક પ્રશ્ન છે.આ બાબતે નર્મદા કલેક્ટર જોડે મિટિંગ કરી છે અને આ પ્રશ્નનો હલ કરી કેનલનું કામ આગળ વધારીશું.જો આ કેનાલ હાલ તૈયાર હોત તો કરજણ ડેમમાં પાણી ઘણું છે અને આપણે પાણી ખેડૂતોને આપી શકત.