Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઇડીસીમાં ચોર ગઠીયો ગાડીમાંથી રૂપિયા 1.50 લાખ ઉઠાવી ગયો

Share

અંકલેશ્વર જીઆઇડીસીમાં ચોર ગઠીયો ગાડીમાંથી રૂપિયા 1.50 લાખ ઉઠાવી ગયો

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં આકાશ ગંગા કોલોની ખાતે રહેતા અને કેમેસ્ટ્રી ટ્રેડિંગનો વ્યવસાય કરતા યુવકની ગાડીમાંથી કોઈ અજાણ્યા ચોર ગઠીયા રૂપિયા 1.50 લાખ ઉઠાવી ગયા અહીં ફરિયાદ પોલીસ મથકમાં નોંધાય છે.

Advertisement

અંકલેશ્વરમાં રહેતા હર્ષ નરેશભાઈ પટેલ ઉંમર વર્ષ 25 ધંધો વેપાર રહે મ. નંબર 206 આકાશ ગંગા GIL કોલોની પાછળ, અંકલેશ્વર જીઆઇડીસી તાલુકો અંકલેશ્વર જીલ્લો ભરૂચ તેઓ મૂળ રહેવાસી પાટણ તેઓ ગઈકાલે પોતાના મામા સાથે રહેતા હોય છેલ્લા ત્રણ વર્ષથી રુદ્ર રેસીડેન્સીમાં યોગીરાજ એન્ટરપ્રાઇઝ નામથી ઓફિસ ધરાવતા હોય અને કેમિસ્ટ ટ્રેડિંગ નો વ્યવસાય કરતા હોય ગઈકાલે તેઓ પોતાના કામસર સવારે 9:00 વાગ્યાના સમયે ઓફિસે જતા હોય તે સમયે કામ ધંધા અર્થે રૂપિયા 1.50 લાખ રોકડ રકમ બેગમાં રાખી ફોરવીલ ગાડી લઇ કામ ધંધે ગયા હોય તે સમયે પોતાના કાકાની જીઆઇડીસી ખાતે આવેલ કંપનીમાં બેગ ગાડીમાં રાખી ગયેલ હોય જીઆઇડીસી પનામાં ચોકડી પાસે આવેલ હોલી લેન્ડ કો. કંપની માંથી તેઓ 12:00 વાગ્યે પરત ફર્યા હોય તે સમયે તેઓએ પોતાની ફોરવીલ ગાડી નંબર એમ.એચ.02-ds- 2585 માં જોતા જમણી તરફનો દરવાજાનો કાચ તૂટેલો હોય અને ગાડીમાં તપાસ કરતા જાણવા મળ્યું કે રૂપિયા 1.50 લાખની ગાડીમાં રાખેલી બેગ કોઈ અજાણ્યા ચોર ગઠીયા લઈને નાશી છૂટીયા હોય તાત્કાલિક અસરથી સીસીટીવી ફૂટેજ ચેક કરતા સીસીટીવીમાં કોઈ અજાણ્યા ચોર ઇસમો દ્વારા ગાડીનો કાચ તોડી બેગ કાઢ્યાનું જાણવા મળતા, અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ મથકમાં રૂપિયા 1.50 લાખની ચોરીની ફરિયાદ નોંધાવેલ છે.


Share

Related posts

ભરૂચમાં ગેસની લાઇનમાં ભંગાણથી કીચડના 10 ફૂટના ફુવારા ઉડ્યાં

ProudOfGujarat

અંકલેશ્વર : ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે આઝાદ રોલિંગ શટર હવામહેલ ખાતે બ્લડ કેમ્પનું આયોજન કરાયું.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકા પોલીસે દઢાલ ગામની અમરાવતી નદી કિનારે જુગાર રમતા એક ઈસમને ઝડપી પાડયો હતો જયારે મુખ્ય સૂત્રધાર સહીત બે ઈસમો ફરાર થઇ ગયા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!