Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

શીતળાસાતમ ગયા બાદ પણ ઝધડીયા તાલુકાની સસ્તા અનાજની દુકાનોમાં સીંગતેલ નથી આવ્યુ-તુવેરદાળ ચણાનો પણ અડધો સ્ટોક આવતા ગરીબ પ્રજા મુશ્કેલીમાં

Share

શીતળાસાતમ ગયા બાદ પણ ઝધડીયા તાલુકાની સસ્તા અનાજની દુકાનોમાં સીંગતેલ નથી આવ્યુ-તુવેરદાળ ચણાનો પણ અડધો સ્ટોક આવતા ગરીબ પ્રજા મુશ્કેલીમાં..

તહેવારો ટાણે ઝઘડિયા તાલુકામાં રેશનકાર્ડ ધારકો સીંગતેલ તુવેરદાળ અને ચણાથી વંચિત ?

Advertisement

સરકાર દ્વારા અનાજ મળવાપાત્ર રેશનકાર્ડ ધારકોને ચોખા ઘઉં ખાંડ તુવેરદાળ ચણા જેવી વસ્તુઓ સરકાર માન્ય વાજબી ભાવની દુકાનોમાંથી આપવામાં આવતી હોય છે.હાલમાં ચોખા અને ઘઉં જેવા ધાન્ય કાર્ડ ધારકોને મફત આપવામાં આવે છે,જ્યારે ખાંડ તુવેરદાળ ચણા જેવી વસ્તુઓ રાહતદરે અપાતી હોય છે. ઉપરાંત શીતળાસાતમ દિવાળી જેવા તહેવારો ટાણે રેશનકાર્ડ ધારકોને સીંગતેલ પણ રાહતદરે આપવાની યોજના હાલ અમલમાં છે. હાલમાં જ શીતળાસાતમનો તહેવાર ગયો,પરંતું શીતળાસાતમના તહેવાર અંતર્ગત કાર્ડ ધારકોને મળવાપાત્ર સીંગતેલનો જથ્થો તહેવાર ગયા બાદ પણ ઝઘડીયા તાલુકાની સસ્તા અનાજની દુકાનોમાં નથી આવ્યો એમ જાણવા મળ્યું છે. આને લઇને ગરીબ લોકોને શીતળાસાતમ જેવા મોટા તહેવાર સમયે જ સીંગતેલથી વંચિત રહેવું પડ્યું છે ! વાજબી ભાવની દુકાનોમાં રેશનકાર્ડ ધારકોની સંખ્યાને અનુરૂપ તુવેરદાળ અને ચણાનો જથ્થો આપવામાં આવે છે,પરંતુ હાલ ઓગસ્ટ મહિનાનો દાળ ચણાનો જથ્થો જરૂર કરતા અડધોજ દુકાનદારોને આપવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે.ઉલ્લેખનીય છેકે તુવેરદાળ અને ચણાનો જથ્થો મેળવવા માટે જેતે દુકાનદારે તેને મળવાપાત્ર જથ્થાની પુરી રકમ ભરી દેવાની હોય છે,પરંતું ચાલુ ઓગસ્ટ માસ દરમિયાન ચણા અને તુવેરદાળના પુરા જથ્થાના પૈસા ભરવા છતાં અડધો જ સ્ટોક આવતા ઘણા ગ્રાહકોએ ચણા અને તુવેરદાળથી વંચિત રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. આને લઇને દાળ ચણાથી વંચિત રહી ગયેલ રેશનકાર્ડ ધારકોએ તકલીફ ભોગવવાનો વારો આવશે,વળી દુકાનદારોએ પુરા પૈસા ભરવા છતાં અડધો સ્ટોક મળતા તેમની અડધી રકમનું રિફંડ ક્યારે મળશે? એવો પણ સવાલ ઉભો થાય છે. વધુમાં જાણવા મળ્યા મુજબ ભરૂચ જિલ્લાના કેટલાક તાલુકાઓની દુકાનોમાં હાલ સીંગતેલનો સ્ટોક આવી ગયેલ છે,જ્યારે ઝઘડીયા તાલુકાના રેશનકાર્ડ ધારકો જ સીંગતેલથી વંચિત રહ્યા છે. ત્યારે પુરવઠા વિભાગ દ્વારા તાકીદે ઝઘડીયા તાલુકાના સરકાર માન્ય વાજબી ભાવના દુકાનદારોને સીંગતેલ ચણા અને તુવેરદાળનો પુરો જથ્થો મળી જાય તે માટે યોગ્ય કરવામાં આવે તે જરૂરી છે.


Share

Related posts

માંગરોળ તાલુકાનાં વાંકલનાં બજાર રક્ષાબંધનને ધ્યાનમાં રાખી આજથી ચાર દિવસ સુધી આખો દિવસ ખુલ્લા રહશે ત્યારબાદ તા. 5/8/20 થી 11/8/20 સુધી સંપૂર્ણ બજારો લોકડાઉન કરવામાં આવશે.

ProudOfGujarat

માંગરોળ : નાની નરોલી ગામે એક વર્ષથી નાસતા ફરતા આરોપીને એસ.ઓ.જી ની ટીમે ઝડપી પાડયો

ProudOfGujarat

આમોદ તાલુકાના ઇખર ગામની એમ. એમ. હાઈસ્કુલનું ગૌરવ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!