ભરૂચ જિલ્લાના વાલિયામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી પોલીસ
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં ચાલતી પ્રોહિબિટેડ , ગેર કાનૂની દારૂ જુગારની પ્રવૃત્તિને અટકાવવા માટે તેમજ મહત્વના કેસો શોધી કાઢવા માટે સુચના આપવામાં આવેલા હોય જે અન્વયે વાલીયા પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ટીમ બનાવી પેટ્રોલિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી જે દરમિયાન સોડગામ- લુણાના રસ્તા પરથી જુદી જુદી કંપનીનો દારૂ બિયરનો જથ્થો વાલીયા પોલીસે ઝડપી પાડ્યો છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જિલ્લામાં ચાલતી તમામ ગેરકાનૂની પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે અંકલેશ્વર વિભાગને સુચના આપવામાં આવેલ હતી જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એમ. બી. તોમર દ્વારા 15 ઓગસ્ટના તહેવારને અનુલક્ષીને નાઈટ કોમ્બિંગની જુદી જુદી ટીમો બનાવીને પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરવા સૂચના આપી હતી જે દરમિયાન એમ.બી. તોમર તથા તેના સ્ટાફના પોલીસ જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા, તે દરમિયાન નિકિત કુમાર સહિતનાઓને ખાનગી રહે અંગત બાદમીદારો દ્વારા બાતમી મળેલ કે એક ઇકો ગાડી વિદેશી દારૂનો જથ્થો ભરી સોડ ગામથી લુણા ગામ તરફ જવાની હોય જે ખાનગી રહે મળેલ બાતમીના આધારે વાલીયા પોલીસની ટીમ દ્વારા સોડ ગામથી લુણા ગામ તરફ જતા રસ્તા પર વોચ તપાસ ગોઠવી હોય જે દરમિયાન બાતમી અને વર્ણન વાળી ઈકો ગાડી નંબર જીજે 16- સીએચ -3751 ત્યાંથી જ પસાર થઈ તેને તુરંત જ રોકી પરંતુ ઇકો ગાડી ચાલક દ્વારા ઉભી રાખવામાં આવેલ નહીં આથી લુણા ગામ તરફના રસ્તા પર કોર્ડન કરી વાલીયા પોલીસે તલાસી લેતા બે શખ્સો ઇકો કાર રોડ પર મૂકી નાસી છૂટ્યા હોય પોલીસે તમામ વિગતો મેળવી ઈકો ગાડી નંબર GJ 16 CH 3751 માંથી વિદેશી દારૂનો જથ્થો કિંમત રૂપિયા 46,000 તથા વિદેશી દારૂનો જથ્થો બોટલ તથા બિયરના ટીન મળી કુલ નંગ 395 રૂપિયા કિંમત રૂપિયા 46,700 તથા ઈકો ગાડીની કિંમત રૂપિયા 2 લાખ મળી કુલ રૂપિયા 2, 46,700 નો મુદ્દા માલ કબજે લઈ બંને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા વાલીયા પોલીસે તપાસ હાથ ધરેલ છે.