નર્મદામાં આદિવાસી સમાજના આશાસ્પદ યુવકોના મોત વિશે કેન્દ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ સમક્ષ નિષ્પક્ષ તપાસની માંગ કરતા : સંદીપ માંગરોલા
નર્મદા જિલ્લાના ગભાણ ગામમાં સંજય ગજેન્દ્ર તડવી અને જયેશ સનાભાઇ તડવી જેઓ કેવડિયા ખાતે બાંધકામમાં મજૂર તરીકે રોકાયેલ હોય, કોન્ટ્રાક્ટરના બદ્ ઈરાદાના કારણે બંને આશાસ્પદ યુવાનોનું મોત થતાં પોલીસની શંકાસ્પદ કામગીરી અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા એ કેન્દ્રીય આયોગ સમક્ષ તપાસની માંગ કરી છે.
નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આદિવાસી મ્યુઝિયમ બની રહ્યું હોય જેમાં કામકાજ અર્થે ગભાણ ગામના સંજય ગજેન્દ્ર તડવી અને જયેશ સનાભાઇ તડવી બાંધકામમાં મજૂરી કામ અર્થે રોકાયેલા હોય, ત્યાં કોન્ટ્રાક્ટરના માણસોએ તેમને ચોરીના ઇરાદે આવ્યા હોવાના ખોટા આરોપો હેઠળ દોરડાથી હાથ પગ બાંધી કૃરતા પૂર્વક માર મારી તેમનું મોત નિપજાવવાની ઘટના તાજેતરમાં બની હતી, બંને યુવાનોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પરંતુ તે સારવાર કારગતના નીવડતા અંતે બંને આશાસ્પદ યુવાનોનું મોત થયું હતું, આ સમગ્ર ઘટનામાં કેટલીક ગંભીર બાબતો ચોકાવનારા ખુલાસાઓ જાણવા મળ્યા છે, તેમજ પોલીસની પણ શંકાસ્પદ ભૂમિકા હોય તેવું જણાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંદીપ માંગરોલાએ યુવાનોના મૃત્યુ અંગે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને જનજાતિ આયોગને વિગતો સાથે ફરિયાદ કરી આ સમગ્ર મામલો રાજ્યના આદિવાસી સમાજને હલચલ મચાવી દેનારો હોય તેવું જણાવ્યું છે.
ઉપરાંત સંદીપ માંગરોલાએ સમગ્ર ઘટનામાં જોડાયેલ કેટલાક ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે, કે
**જો આદિવાસી યુવકો ચોરી કરવાના બત ઇરાદે આવ્યા હોય તો તેમને પોલીસ હવાલે કરવાના બદલે કોના આદેશથી કાયદો હાથમાં લેવામાં આવ્યો ?
**તથા ગુમનામીમાં રહેલા શખ્સો કોણ છે? જેમણે આ નર્મદા જિલ્લાના બહારના લોકોનો ઉપયોગ કરી કૃરતા પૂર્વક આશાસ્પદ યુવકોને દોરડાથી બાંધી ઢોર માર મારવામાં આવ્યો? મૃત્યુ પામનાર બંને યુવકોને ગંભીર ઇજાઓ હોવા છતાં તેમને યોગ્ય સારવાર આપવામાં કેમ ન આવી??
** અને સારવાર માટે અન્ય હોસ્પિટલ ખાતે કેમ ખસેડવામાં ન આવ્યા?? આદિવાસી સમાજના પિતૃ વિજ્ઞાનની પરંપરાઓ અને વિધિઓથી દૂર રાખવા માટે જવાબદાર?
ઉપરાંત સંદીપ માંગરોલાએ વધુ પડતા તારણો રજૂ કરીને ગુજરાત પોલીસ અને પ્રશાસન તેમજ સત્તાધારી પક્ષના ઇશારાથી કાર્ય કરાયું હોય તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે, બંને આશાસ્પદ યુવકોના મોત વિશે તેમણે જણાવ્યું છે કે નિષ્પક્ષ તપાસ થવાની સંભાવના ક્યાંય પણ હાલ દેખાતી ન હોય?? આ ઘટના શાસક પક્ષના આગેવાનો રાજકીય રંગ પકડવા માટે પણ પ્રયાસ કરતા પીડીતના પરિવારજનોને ન્યાય મળવો ખૂબ જ મુશ્કેલ બની શકે છે?? આદિવાસી સમાજ અને પીડિતના પરિવારને 13 ઓગસ્ટ 2024 ના મૃતક યુવાનોની શ્રદ્ધાંજલિ આપવા માટેનું કાર્યક્રમ હતો, પરંતુ પોલીસે દબાણપૂર્વક તેમના પરિવારના સભ્યોના વિડીયો બનાવવા માટે મજબૂર કરી તેમને આ કાર્યક્રમથી અળગા રહેવાનું કહ્યું હોય તે સહિતના આક્ષેપ. સંદીપ માંગરોલાએ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ સમક્ષ આપેલ એક નિવેદનમાં જણાવ્યું છે.
સંદીપ માંગરોલાએ નર્મદા જિલ્લાના આ કિસ્સાને ગંભીરતાથી ધ્યાને લઈ પીડિતના પરિવારજનોને ન્યાય મળે તે માટે નિષ્પક્ષ તપાસની માંગ સાથે આદિવાસી સમાજના પરિવારને કાયદા હેઠળ યોગ્ય ન્યાય મળી રહે તે માટે પણ કેન્દ્રીય આદિવાસી આયોગ સમક્ષ માંગ કરી છે.