: ઝઘડો નહીં કરવાની ના પાડતા : ખૂનની કોશિશના આરોપીના રિમાન્ડ મંજૂર કરતી અદાલત
ભરૂચ:
ભરૂચના ભોલાવ ખાતે આવેલ ઝુલેલાલ પાનની દુકાન પર રાત્રિના સમયે ઝઘડો નહીં કરવા સમજાવા જતા ખૂનની કોશિશ કરનાર બે આરોપીઓને ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે. કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટે બંને આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ભરૂચમાં રહેતા પ્રદીપ ચુનીલાલ કાલવાણી તથા નજરે જોનાર સાક્ષી હસમુખ ઉર્ફે લાલો રમણભાઈ રાવલ ટૂંક સમય પહેલા તારીખ 6/8/2024 ના રોજ તેમને ઝુલેલાલ પાન નામની દુકાન પર હાજર હતા તે સમયે નજીવી બાબત પર. આરોપીઓ સાથે ઝઘડો થઈ જતા તેઓએ ઝઘડો નહીં કરવા સમજાવતા આરોપી એકદમ ઉશ્કેરાઈ ગયા હોય અને ફરિયાદી પ્રદીપભાઈ સહિતનાઓ સાથે ઝઘડો કરવા લાગ્યા હોય રાત્રિના સમયે અંદાજિત દોઢ વાગ્યાના સુમારે આ કામના આરોપી પ્રજ્ઞેશ પટેલ દ્વારા ઝુલેલાલ પાનની દુકાનમાં કામ કરતા કર્મચારીઓ પર તૂટી પડેલ તેમજ રાત્રિના સમયે દ્વારકાધીશ હોટલ પાસે ફરિયાદી તથા સાહેબને બોલાવી માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડેલ ખૂનની કોશિશ કરેલ ગેરકાયદેસર રીતે સંપૂર્ણપણે શાંતિપૂર્ણ વાતાવરણને ડહોળી ભારે ઉત્પાત મચાવી તોડફોડ કરી ફરિયાદીઓને માર મારી બનાવ સ્થળ પરથી નાસી છૂટ્યા હોય મતલબની ફરિયાદ પ્રદીપભાઈ કાલવાણીએ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલ હોય, જે ફરિયાદના આધારે પોલીસે મારામારી , ઝઘડો કરનાર, ખૂનની કોશિશ કરનાર બંને આરોપીઓ બનાવ બાદ ભરૂચ શહેર છોડી નાસી છૂટ્યા હોય પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડવા સઘન પ્રયત્ન હાથ ધર્યા હોય જે અનુસંધાને બંને ફરારી આરોપીઓને ઝડપી પાડવા પોલીસ અધિક્ષક સહિતનાઓની સૂચના હોય આથી ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે પોલીસે વોચ તપાસ ગોઠવી બંને આરોપીઓ એકટીવા ગાડી પર એબીસી સર્કલ તરફ જઈ રહ્યા હોય તે સમયે ખૂનની કોશિશ કરનાર મુખ્ય આરોપી (1)જીગ્નેશ દલપત પટેલ રહે. મકાન નંબર 17/73 બંગલો નંબર 42 એકતાનગર જૂની મામલતદાર કચેરી સામે ભરૂચ તથા (2) જયેશ મહેશ ચૌહાણ રહે મકાન નંબર 18/ 20 બંગલો નંબર 46 એકતા નગર જુની મામલતદાર કચેરી સામે ભરૂચ ઝડપી પાડ્યા છે, આ કામના ફરિયાદી પ્રદીપ કાલવાણીની ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ડી એન એસ કલમ 109(1),125 (B), 189 (2) ,191 (2), 324(2), 190 ,115(2), 351(3), 325 મુજબનો ગુનો દાખલ કરી ફરાર થયેલ આરોપીઓ પાસેની એકટીવા ગાડી નંબર GJ-16- BE-6072 ની અટકાયત કરી પોલીસ કસ્ટડીમાં લઈ કોર્ટ માં રજૂ કરી ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે.