અંકલેશ્વરના કડકિયા એજ્યુકેશન કેમ્પસમાં ફાઇનાન્સ લિટ્રેસી સેમીનાર યોજાયો
અંકલેશ્વરમાં કડકિયા એજ્યુકેશન કેમ્પસમાં ફાઇનાન્સ લિટ્રેસી સેમિનારનું શૈક્ષણિક તથા બેન્કિંગ ક્ષેત્રના આગેવાનોની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર ખાતે આવેલ કડકિયા એજ્યુકેશન કેમ્પસમાં શૈક્ષણિક શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં એક માર્ગદર્શક ફાઇનાન્સ લિટ્રેસી વિશે વિદ્યાર્થીઓ માટે આયોજન કરવામાં આવ્યું હતું , આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગતાવાથી કરવામાં આવી હતી, આ સેમિનારમાં મુખ્ય વિષય ઈમ્પોર્ટન્સ ઓફ ફાઇનાન્સ લિટ્રેસીના મુદ્દા પર શૈક્ષણિક જગતના વિવિધ આગેવાનોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, ફાઇનાન્સ લિટ્રેસી વિશે state bank of india અંકલેશ્વરના મેનેજર દેવાંગ વ્યાસ દ્વારા વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા finance લીટ્રેસી સેમિનારમાં કડકિયા એજ્યુકેશન કેમ્પસના અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ બીકોમ બીએસસી કેમેસ્ટ્રી સહિતના વિદ્યાર્થીઓએ આ સેમિનારનો બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો કાર્યક્રમના અંતમાં સંસ્થાના આચાર્ય ડો. પુરવ તલાવીયા એ શ્રેષ્ઠિઓને આ પ્રકારનો સેમિનાર કરવા બદલ સરાહના કરી હતી.