અંકલેશ્વર સ્થિત નિરાંતનગર સોસાયટીમાં શીતળા સાતમની પૂજા કરવામાં આવી
નિરાંતનગર સોસાયટીમાં મહારાજ હરીશભાઈ પુરોહિત દ્વારા શ્રાવણ સુદ સાતમના પવિત્ર દિને હિંદુઓના ધાર્મિક તહેવાર ગણાતા શીતળા સાતમની પૂજા કરવામાં આવી હતી. શીતળા સાતમના આગળા દિવસે સ્ત્રીઓ ઘરે રસોઈમાં વિવિધ પકવાન બનાવે છે. સવારે સ્ત્રીઓ ઠંડા દૂધ, જળ, ચંદન, ચોખા, કંકુ વગેરે દ્રવ્યોથી શીતળા માતાની પૂજા કરી હતી.માન્યતા છે કે આ વ્રત કરવાથી સંતાનપ્રાપ્તિ થાય છે તેમજ બાળક જો વારંવાર માંદુ પડતું હોય તો તેને પણ માતાજી રોગમુક્ત કરે છે. શીતળા માતાની પૂજા અર્ચના કરી વિવિધ પકવાનની સાથે વેલા ચઢાવી આરતી કરી માતાજીની સ્તુતિ કરી હતી અને મહારાજને દક્ષિણા આપી આશીર્વાદ મેળવ્યા હતા.અને આખો દિવસ ટાઢું જમે છે.
Advertisement