Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

નર્મદા ડેમમાં 24 કલાકમાં પુષ્કળ પાણીની આવક નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ

Share

નર્મદા ડેમમાં 24 કલાકમાં પુષ્કળ પાણીની આવક નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ

દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદના કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં છેલ્લા 24 કલાકમાં ધરખમ વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમમાં પાણીની સપાટી ભયજનક રીતે વધી રહ્યું છે જેના કારણે આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે.

Advertisement

દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે છેલ્લા 24 કલાકમાં સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં ધરખમ વધારો નોંધાયો છે છેલ્લા 24 કલાકની પાણીની સપાટીની વાત કરીએ તો 2.38 મીટર સુધીની પાણીની સપાટીમાં વધારો નોંધાયો છે નર્મદા ડેમ સિઝનમાં પ્રથમ વખત આ સપાટી 132.80 મીટર સુધી પહોંચી છે, પાણીની સપાટી વધવાનું મુખ્ય કારણ ઉપર વાસમાંથી 3,93,213 કયુસ એક પાણી છોડવામાં આવતા નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાય છે નર્મદા ડેમમાં 3929 એમસીએમ લાઈવ સ્ટોરેજ પાણી ની આવક રહે છે પરંતુ ઉપરવાસમાંથી છોડવામાં આવતા પાણીના કારણે નર્મદા ડેમની પાણીની સપાટીમાં 24 કલાકમાં દર્શન વધારો નોંધાતા નર્મદા ડેમમાં ભઈજનક પાણીની સ્થિતિ જોવા મળેલ છે સિઝનમાં પ્રથમ વખત નર્મદા ડેમની પાણીની સપાટી 132.80 મીટર પર પહોંચી છે છેલ્લા 24 કલાકની વાત કરીએ તો નર્મદા ડેમમાં 2.83 મીટર પાણીનો વધારો નોંધાયો છે આ સીઝનમાં સમગ્ર નર્મદા જિલ્લામાં પૂરું પડી રહે તેટલા પાણીની આવક થઈ રહી છે ઉપરાંત કેનાલ હેડ પાવર હાઉસમાં 15 121 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરની છે નર્મદા ડેમમાં પાણીની આવક વધતા પાવર હાઉસ ધમધમ્યા હતા, સમગ્ર જિલ્લામાં નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં વધારો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા હતા.


Share

Related posts

કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા અને બોલિવૂડ સ્ટાર આયુષ્માન ખુરાનાએ પેરિસ ઓલિમ્પિકમાં ટીમ ઈન્ડિયાને સમર્થન આપવા અપીલ કરી!

ProudOfGujarat

ગોધરા : ખલાસપુર ખાતે કોવિડ જાગૃતિ શિબીરનું આયોજન, ભ્રામક માન્યતાઓથી દૂર રહેવા અપીલ.

ProudOfGujarat

અંબાજી, પાવાગઢ અને ગિરનાર બાદ વધુ એક યાત્રાધામમાં રોપવેની સુવિધા મળશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!