ભરૂચમાં અબોલ જીવની જાનહાની બચાવવા પ્રયત્નશીલ સાર્થક ફાઉન્ડેશન
ભરૂચમાં સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અબોલ જીવ તથા માનવજાનહાની એક્સિડન્ટ રોકવા માટે પશુઓના ગળામાં બાંધવાના રેડિયમ બેલ્ટ નું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું.
ભરૂચમાં સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ તથા બી.જી.પી. હેલ્થ કેરના સંયુક્ત ઉપક્રમે ગૌવંશ અને અન્ય અબોલ જીવની માનવ જાનહાની અવારનવાર થતાં એક્સિડન્ટ રોકવાનો પ્રયત્નના ભાગરૂપે રેડિયમ બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જીવ દયા અને સમાજ સેવાનુ ઉત્તમ કાર્ય કરવા માટે તેઓએ રેડિયમ બેલ્ટનું વિતરણ કર્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અબોલ જીવને આ પ્રકારના રેડિયમ બેલ્ટ બાંધવાથી રાત્રિના સમયે કે ઝાકળમાં રેડિયમ બેલ્ટના કારણે એક્સિડન્ટના કારણે પશુઓના જીવ જાય છે તેમાં ઘટાડો નોંધાશે દર મહિને સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 300 રેડિયમ બેલ્ટ પશુમાલિકોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે આજે જૈન દેરાસર આઈનોક્સ સિનેમાની સામે a3 સંત કૃપા સોસાયટી ઝાડેશ્વર રોડ ભરૂચ ખાતે રેડિયમ બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું પશુ માલિકો તથા અબોલ જીવ માટે કોઈપણ વ્યક્તિ રેડિયમ બેલ્ટ મેળવવા માંગતું હોય તો તેમને 9829862900 અને 9824106021 નંબર પર સંપર્ક કરવા જણાવ્યું છે.