નર્મદાના રાજપીપળા ખાતે વૈશ્વિક ક્ષેત્રે કાર્ય કરતી ઇન્ટેક ની સ્થાપના કરતા યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ
નર્મદામાં ઇન્ટેક (ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ )ની સ્થાપના કરવામાં આવેલ છે જેમાં સામાજિક ક્ષેત્રે કાર્યકર્તા જુદા જુદા સભ્યોનો સમાવેશ કરાયો છે આંતરરાષ્ટ્રીય કક્ષાએ કાર્ય કરતી અને હેરિટેજ આર્ટ કલ્ચર માટે કામગીરી કરનાર સંસ્થાએ ગુજરાતમાં 11મી શાખા નર્મદાના રાજપીપળા ખાતે સ્થાપના કરી છે તેમ ઇનટેકના કન્વીનર યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલે મીડિયા સમક્ષ વિગતો આપી હતી.
ઇનટેક (ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ) ની પ્રથમ મીટીંગ રાજપીપળાના યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ ઇનટેકના કન્વીનર વિજય પેલેસ ખાતે મળી હતી, જેમા ઇન્ટેક માં સામાજિક ક્ષેત્રે કાર્યકર્તા જુદા જુદા સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં કો-કન્વીનર તરીકે વિરાજ બેન એક મહિલાની નિમણૂક કરાય છે, તેમજ આ સંસ્થામાં પ્રથમ વખત સામાજિક દાખલો બેસાડવા માટે ટ્રાન્સજેન્ડર અને દિવ્યાંગને પણ સભ્ય બનાવવામાં આવ્યા છે , ઇન્ટેક સમગ્ર વિશ્વ કક્ષાએ હેરિટેજ અને પર્યાવરણ બચાવવા કાર્ય કરે છે , જેની સમગ્ર વિશ્વમાં 230 થી વધુ શાખાઓ ફેલાયેલી છે, વૈશ્વિક ફલક પર કાર્ય કરતી આ સંસ્થાની ગુજરાત રાજ્યમાં 10 શાખાઓ હાલ કાર્યરત છે, અને 11મી શાખા તરીકે નર્મદા ના રાજપીપળા ખાતેની પ્રથમ મીટીંગ મળી હતી, તેમાં મનોવેન્દ્રસિંહ ગોહિલ રાજપીપળાના યુવરાજ અને ઇન્ટેક ના કન્વીનરે નર્મદા જિલ્લામાં આવેલી તમામ હેરિટેજ જગ્યાઓને તથા ઐતિહાસિક વારસો જાળવવા અને પર્યાવરણને બચાવવા માટેની કામગીરી વિશે જણાવ્યું હતું, આગામી સમયમાં ઇન્ટેક નર્મદા ચેપ્ટર અને રાજપીપળા ખાતે કાર્યરત રહેશે જેમાં જૂની ઇમારતોની જાળવણી અને પર્યાવરણ બચાવવાની કામગીરીને પ્રધાન્ય આપવામાં આવશે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજપીપળા ને હેરિટેજ સિટી તરીકે જાહેર કર્યું છે પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા ખાતે અનેક પર્યટકો દેશ-વિદેશથી જોવા માટે આવતા હોય છે આ તમામ પર્યટકો જ્યારે નર્મદા અને રાજપીપળા આવે છે ત્યારે ઐતિહાસિક ઇમારતોની દુર્દશા જોઈને નિરાશ થઈ જતા હોય તેવું તેઓએ જણાવ્યું હતું આથી આગામી સમયમાં ઇન્ટેક દ્વારા લાલ ટાવર વિક્ટોરિયા ગેટ શહેરના જુદા જુદા ઐતિહાસિક સ્થળો અને પર્યાવરણને જાળવી રાખવાની કામગીરી હાથ ધરવામાં આવશે.