ભરૂચના દહેજ જીઆઇડીસી માં કેમિકલ કંપનીમાં તૈયાર થતા માં ટ્રમાડોલ ના કુલ 31.02 કિંમતના જથ્થાને ઝડપી પાડતી એ.ટી.એસ. ની ટીમ
ગુજરાત એટીએસના પોલીસ ઇન્સ્પેક્ટર પી બી દેસાઈ ની માહિતી મળેલ કે ભરૂચ જિલ્લાના દહેજ ખાતે ફાર્મા કંપનીમાં ચીફ કેમિસ્ટ ઓપરેટર ટ્રમાડોલ બનાવી રહ્યો હોય, જે માહિતીના આધારે કે સિદ્ધાર્થ નાયબ પોલીસ અધિક્ષક હર્ષ ઉપાધ્યાય ના નેતૃત્વ હેઠળ ગુપ્ત રહે તપાસ અને ટેકનિકલ એનાલિસિસ કરતા બાતમી મળેલ કે ભરૂચના જીઆઇડીસી પ્લોટ માં આવેલ એક ફાર્મા કંપનીમાં ચીફ કેમેસ્ટ ઓપરેટર પંકજ રાજપુતાના એ ટ્રમાડોલ બનાવી બનાવતો હોય.
જે ચોક્કસ બાતમીના આધારે ગુજરાત એટીએસ તથા ભરૂચ એટીએસ પોલીસે ભરૂચ ના દહેજ ખાતે આવેલ જીઆઇડીસી પ્લોટ માં બાતમી વાળી જગ્યા પર રેડ કરતા પંકજ રાજપુતાના નામનો કેમિસ્ટ ઓપરેટર રૂપિયા 31.02 કરોડનો ટેબલેટના ઉત્પાદન માટેનો ઉપયોગ કરવામાં આવતો હોય જેથી ગુજરાત એટીએસ દ્વારા આરોપી પંકજ રાજપુતની પૂછપરછ હાથ ધરવામાં આવતા પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ઉપરોક્ત ચીઝ કરવામાં આવેલ ટ્રમાડોલ નો જથ્થો પ્રવાહી ગેરકાયદેસર રીતે પંકજ તથા નિખિલ કપુરીયા ટેબલેટ બનાવવા જરૂરી ફાર્મા ટ્યુકલિડિયન્ટ તરીકે ઉપયોગમાં લેતા હોય આ પ્રવાહી ને સંગ્રહિત કરી નિર્મલ કપુરીયા તથા પંકજ રાજપુતાના API બનાવવા માટે હર્ષદ કુકડીયા ને સરખેજ ખાતે મોકલી આપતા હતા તેવી પોલીસને પ્રાથમિક તપાસમાં વિગતો આપી હતી.
આથી શ્રીજી સાયન્ટિફિકના માલિક વિશે હર્ષદ કુકડીયાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, તે દરમિયાન જાણવા મળ્યું કે કેવલ ગોંડલીયાના સંપર્કમાં તેઓ આવ્યા હતા હર્ષદ કુકડીયા ગેરકાયદેસર રીતે ટેબ્લેટના જથ્થાના ઉત્પાદન માટે જરૂરી API અંકલેશ્વરના પંકજ રાજપૂત તથા મારુતિ બાયોજેનિક ના માલિક નિખીલ કપુરીયા પાસેથી તૈયાર કરાવી ટેબલેટનું ઉત્પાદન તથા પેકેજીંગ કરતા હોય આથી આ કામના મુખ્ય સૂત્રધાર કેવલ ગોંડલીયા અને હર્ષદ પટેલ ની સુચના મુજબ ધણોટ છાત્રાલય ખાતે આવેલા કોરફાર્માપા.લી. ના માલિક આનંદ પટેલ અને અંકિત પટેલ દ્વારા કરવામાં આવેલ છે ટેબ્લેટનો જથ્થો કેવલ ગોંડલીયા અને હર્ષદ પટેલને અંકલેશ્વર ભરૂચ થી મોકલવામાં આવતો હતો ઉપરાંત વધુમાં એટીએસ પોલીસે જણાવ્યું છે કે મુન્દ્રા કસ્ટમ વિભાગ દ્વારા કચ્છ જિલ્લાના મુન્દ્રા ખાતે શંકાસ્પદ એક્સપોર્ટ એક કન્ટેનરમાં હાથ ધરવામાં આવતા જેમાં ગેરકાયદેસર રીતે પશ્ચિમી આફ્રિકા દેશો સીએસસીઓન અને નાઈઝર ખાતે એક્સપોર્ટ થનાર રૂપિયા 110 કરોડની કિંમતના કુલ 68 લાખ ટામોડોલ ટેબલેટ નો ગેરકાયદેસર જથ્થો ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે ઉપરોક્ત જથ્થો ભરૂચ જીઆઇડીસી દહેજ ખાતે તેમજ સરખેજના શ્રીજી સાયન્ટિફિકમાં તૈયાર કરવામાં આવ્યો હોય તેવું જાણવા મળ્યું છે અંગે એટીએસ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે પંકજ રાજપુત તથા નિખિલ કપુરીયા ની ધરપકડ કરી અન્ય 2 વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.