Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

જામનગરમાં જિલ્લા પંચાયત સ્મૃતિ ભવન ખાતે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરાઈ

Share

*જામનગરમાં જિલ્લા પંચાયત સ્મૃતિ ભવન ખાતે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરાઈ*

રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા “નારી વંદના ઉત્સવ” ની ઉજવણી કરવામાં આવી રહેલ છે. જેમાં નિયમિત અલગ–અલગ થીમ પર ઉજવણી કરવામાં આવે છે. જામનગર જિલ્લા પંચાયત સ્મૃતિ હોલ ખાતે મહિલા નેતૃત્વ દિવસ નિમિતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા નેતૃત્વ દિવસની થીમ પર આધારિત નાટક રજૂ કરવામાં આવ્યું હતું.

Advertisement

બાલિકા પંચાયતના સરપંચ તથા સભ્યો સાથે મહિલાઓના નેતૃત્વ અંગે સંવાદ કરવામાં આવ્યો હતો. જિલ્લા કક્ષાએ સમાજમાં આગવું પ્રદાન કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મહિલાઓને સારા જીવનધોરણ તથા અલગ–અલગ ક્ષેત્રે કઈ રીતે આગળ વધી શકાય તે માર્ગદર્શનના હેતુસર જિલ્લાની નેતૃત્વ કરતી વિવિધ અગ્રેસર મહિલાઓ સાથે ઉપસ્થિત પ્રેરક મહિલાઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જામનગર તાલુકા વિકાસ અધિકારી સરવૈયા, આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર બીનલ સુથાર, નાયબ પશુપાલન નિયામક ડૉ.તેજસ શુકલ, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી સોનલ વર્ણાગર અને અન્ય કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

ઝઘડિયા તાલુકાના દુમાલા વાઘપુરાના તલાટીને પંદર દિવસમાં અરજદારને માહિતી આપવા ટીડીઓનો હુકમ.

ProudOfGujarat

Bollywood Queen Urvashi Rautela to be the first Asian Indian actress to feature on Iraq’s Magazine cover, check it out

ProudOfGujarat

ભરૂચ : સાંસદ મનસુખભાઈ વસાવાની એક જ માંગ જાણો કઈ ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!