Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

આદિવાસી સમાજની સામાજિક અને સાંસ્કૃતિક ઓળખને ટકાવી રાખવા માટે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવે છે: ધારાસભ્ય ગણપત વસાવા

Share

*આદિવાસી સમાજની સામાજિક અને સાંસ્કૃતિક ઓળખને ટકાવી રાખવા માટે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવે છે: ધારાસભ્ય ગણપત વસાવા*:
————–
*ઉમરપાડા ખાતે ધારાસભ્ય ગણપત વસાવાએ બેઠક યોજી કાર્યક્રમની ઉજવણીને અનુલક્ષીને કરવામાં આવી રહેલી તૈયારીઓની સમીક્ષા કરી*
——
વાંકલ : વિશ્વમાં વસતા આદિવાસી સમુદાયના લોકોની સામાજીક અને સાંસ્કૃતિક ઓળખ ટકી રહે એ માટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે એમ, માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવાએ જણાવ્યું હતું.
આગામી તા. ૯મી ઓગસ્ટના રોજ ઉમરપાડા ખાતે રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ઉમરપાડા ખાતે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવશે. જેને અનુલક્ષીને માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવાએ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવી રહેલી આગોતરી તૈયારીઓની બેઠક યોજી સમીક્ષા કરી હતી. બેઠકમાં ઉપસ્થિત અધિકારી/ પદાધિકારીઓને માર્ગદર્શન આપતા તેમણે કહ્યું હતું કે, સરકાર દ્વારા આદિવાસી સમાજના સર્વાંગી વિકાસની ચિંતા તો કરવામાં આવે જ છે સાથો સાથ આદિવાસી સમાજ પોતાની વિશિષ્ઠ સામાજીક અને સાંસ્કૃતિક વિરાસતને જાળવી રાખે એ માટે આદિવાસી સમાજને પ્રેરિત કરે છે એમ કહી તેમણે ઉપસ્થિત પદાધિકારીઓને અધિકારીઓ સાથે સંકલનમાં રહી કાર્યક્રમ સુપેરે પાર પડે એ માટે અનુરોધ કર્યો હતો.
બેઠક દરમિયાન ધારાસભ્યે કાર્યક્રમને અનુલક્ષીને કરવામાં આવી રહેલી તૈયારીઓ વિગતો ચર્ચા કરતાં મંડપ, સ્ટેજ, બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, પાર્કિંગની વ્યવસ્થા અંગે માહિતી મેળવી ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
વધુમાં તેમણે તા. ૦૯મી, ઓગસ્ટના રોજ યોજનારા કાર્યક્રમમાં સહભાગી થનારા લોકો પરંપરાગત પોશાક પહેરે તેમજ પરંપરાગત વાદ્યના તાલે પરંપરાગત નૃત્ય પણ કરે એવી વ્યવસ્થા સરપંચ અને અન્ય ચુંટાયેલા પ્રતિનિધિઓ કરે એવી અપેક્ષા પણ વ્યક્ત કરી હતી.
તેમણે સાંસ્કૃતિક કાર્યક્રમો તો ખરા જ પણ સમાજમાં શ્રેષ્ઠ કામગીરી કરી આગવી ઓળખ ઊભી કરનાર વ્યક્તિ વિશેષ, તેજસ્વી વિદ્યાર્થી, ખેડૂતો અને મહિલાઓના સન્માન અંગે પણ વહીવટીતંત્રને જરૂરી વ્યવસ્થા કરવા સૂચના આપી હતી.
આ ઉપરાંત વિવિધ વિભાગની જનકલ્યાણકારી વ્યક્તિલક્ષી યોજનાના લાભાર્થીઓને આપવામાં આવનારી સહાય અંગે વિગતે જાણકારી મેળવી લાભાર્થીઓની યાદી સમયસર તૈયાર થાય એ અંગે ખાસ તાકીદ કરી હતી.
બેઠકનું સંચાલન પ્રાંત અધિકારી કૌશિક જાદવે કર્યું હતું. બેઠકમાં માંગરોળ મામલતદાર પાર્થ જયસ્વાલ, ઉમરપાડા મામલતદાર પટેલ, ઉમરપાડા તાલુકા. વિકાસ અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા/જિલ્લાના ચુંટાયેલા સભ્યો, સરપંચો, અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

રાજપીપળાની બચપન ઈંગ્લીસ મીડીયમ સ્કૂલના બાળકોને શિયાળાની વહેલી સવારે વિદેશી પક્ષીઓની ઓળખ કરાવી.

ProudOfGujarat

વાંકલ : માંગરોળના કોસાડી ગામેથી એસ.ઓ.જી.ની ટીમ અને માંગરોળ પોલીસે 80 કિલો ગૌ માંસ ઝડપી પાડયું.

ProudOfGujarat

વડોદરા : કરજણમાં આવેલ વલી નગરીમાં જુગાર રમતા નવ જુગારીઓ ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!