*જામનગરમાં મહિલા સ્વાવલંબન માટે નારી વંદના ઉત્સવની ઉજવણી કરાઈ*
* રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા “નારી વંદના ઉત્સવ” ની ઉજવણી કરાઈ રહી છે. જેમાં દરરોજ અલગ અલગ થીમ પર વિશેષ દિનની ઉજવણી કરવામાં આવે છે. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, જામનગર દ્વારા કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે મહિલા સ્વાવલંબન દિવસ મનાવવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેને રોજગારલક્ષી, ઉદ્યોગલક્ષી, લોન અંગે યોજનાકીય માહિતી, 181 અભયમ હેલ્પલાઈન, સખી વન સ્ટોપ સેન્ટર જેવી યોજનાકીય માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લા રોજગાર કચેરી દ્વારા મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન થીમ પર નાટક નિદર્શન તેમજ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ઉદ્યોગ સાહસિક મહિલાઓનું સન્માન કરવામાં આવેલ. આ ઉપરાંત દીકરીઓને વહાલી દીકરી યોજના મંજુરી હુકમ અને દીકરી વધામણા કીટનું વિતરણ કરાયેલ. તેમજ આયોજિત રોજગારી મેળામાં સ્થળ પર જ 48 બહેનોને નોકરી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, ICDS શાખામાંથી અંજના ઠુમર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર દર્શિત ભટ્ટ, મદદનીશ રોજગાર નિયામક સરોજ સાંડપા, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી સોનલ વર્ણાગર, અન્ય કર્મચારીગણ તેમજ 350 જેટલા લાભાર્થી બહેનો હાજર રહ્યા હતા.