માંગરોલ જલેબી હનુમાન મંદિર ખાતે તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કાનૂની જાગૃતિ શિબિર નું સ્ટોલ મૂકી માહિતી આપવામાં આવી
વાંકલ :: અધ્યક્ષ અને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ આર. ટી. વાછાણી તેમજ ફુલ ટાઈમ સેક્રેટરી સી. આર. મોદી તથા માંગરોળ ના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ જે. એસ. પરમાર ના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જલેબી હનુમાન મંદિર માંગરોલ ખાતે કાનૂની જાગૃતિ શિબિર નું સ્ટોલ મુકવામાં આવ્યું. જેમાં કોર્ટ ને લગતી માહિતીઓ, NALSA અને DLSA દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓ, તથા સરકારશ્રી ની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી તથા મફત કાનૂની સહાય કોને મળી શકે તે બાબતના પેમ્પ્લેટો નું પણ વિતરણ કરવામાં આવ્યું. આ સ્ટોલ નો લાભ 1460 જણા એ લીધો હતો અને માહિતી મેળવી હતી જેમા 540 પુરુષ,785 સ્ત્રીઓ,135 બાળકો નો સમાવેશ થાય છે આ સ્ટોલ પર એડવોકેટ અભિષેક આર્ટિસ્ટ, એડવોકેટ જે એન ગોહિલ, પી.એલ. વી. એચ એસ વસાવા,કે.એમ. વસાવા, જે.એન.ગામીત,આર સી ચૌધરી, આર આર ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને જાણકારી આપી હતી એમ એડવોકેટ અભિષેક આર્ટિસ્ટે અખબારી યાદીમાં જણાવેલ હતું.