અંકલેશ્વરમાં વાલીયા ચોકડી સહિતના વિસ્તારોમાં ટ્રાફિક નું નિરાકરણ ન થતા જાગૃત નાગરિકે મામલતદારને લખ્યો પત્ર
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં વરસાદી માહોલના કારણે ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે જેના કારણે મામલતદારને સંબોધીને જાગૃત નાગરિક નારાયણ એસ રાવલ દ્વારા લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
આ લેખિત પત્રમાં જાગૃત નાગરિકે જણાવ્યું છે કે હાલ હાલ વરસાદના કારણે અંકલેશ્વર ના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા બેફામ બની છે વાલીયા ચોકડી થી બસ સ્ટેન્ડ સુધીનો માર્ગ તેમજ પ્રતિન ચોકડી પાસે ટ્રાફિક જામ ની સમસ્યા સતત વધી રહી છે અહીંથી પસાર થતાં રાહદારીઓ ને ટ્રાફિક જામની સમસ્યાના કારણે ભારે પરેશાની નો સામનો કરવો પડે છે, આથી બાળકો, વિદ્યાર્થીઓ આ ટ્રાફિક સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે ટ્રાફિક વ્યવસ્થા નું કાયદા મુજબ કોઈપણ પ્રકારનું નિયમન કરવામાં આવતું નથી ટ્રાફિક વિભાગ દ્વારા ટ્રાફિક ના નિયમોનું છડે ચોક ઉલંઘન થતું હોય છે તેમ છતાં અહીં ટ્રાફિક પોલીસ દ્વારા કોઈપણ કામગીરી કરવામાં આવતી નથી તે સહિતના આક્ષેપો એક જાગૃત નાગરિકે મામલતદારને સંબોધીને કરેલ આવેદનમાં કરી છે વધુમાં તે જણાવે છે કે રાહદારીઓ માટે ફૂટપાથની પણ કોઈ વ્યવસ્થા નથી લાગતા વળગતા તંત્ર અને ઉમેદવારો દ્વારા પણ ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ થાય તે બાબતે ધ્યાન આપવામાં આવતું નથી સરકારી ધારા ધોરણ મુજબ રાહદારીઓ માટે ફૂટપાથ નો અભાવ છે તો દરેક ચોકડી પર ઝીબ્રા ક્રોસ હોવું જોઈએ પરંતુ આ વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ ઝીબ્રા ક્રોસ છે નહીં, સિવિલ કોર્ટ વિસ્તાર મામલતદાર કચેરી પ્રતિન પોલીસ ચોકી સહિતના વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે તેમ છતાં તંત્ર અને અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી ન કરવામાં આવતા અહીંથી પસાર થતાં રાહદારીઓ ને વેઠવાનો વારો આવ્યો છે આથી ટ્રાફિક જામની સમસ્યાનું તાકીદે નિવારણ કરવામાં આવે અને લગત શાખા અધિકારીઓને જાણ કરી તાત્કાલિક અસરથી યુદ્ધના ધોરણે કામગીરી થઈ તેવી જાગૃત નાગરિકે આવેદન દ્વારા માંગ કરી છે.