ભરૂચમાં વહીવટી તંત્ર ની બેદરકારીના કારણે જાહેર માર્ગોમાં ભ્રષ્ટાચારની તપાસની માંગ કરતા જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા
ભરૂચ જિલ્લામાં સામાન્ય વરસાદમાં જિલ્લાના વિસ્તારોમાં જાહેર માર્ગો તૂટી જતા હોય તેમ જ રસ્તામાં ખાડા અને ભુવા નું સામ્રાજ્ય જોવા મળે છે આથી ભરૂચ જિલ્લામાં પ્રી- મોન્સૂન કામગીરી ના નામે , માત્ર કર્મચારીઓ અધિકારીઓ મલાઈદાર કોન્ટ્રાક્ટ પાસ કરતા હોય તેવા આક્ષેપ સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ કલેકટર સમક્ષ લેખિત આવેદનપત્ર પાઠવ્યું છે.
આ લેખિત આવેદન પત્રમાં જણાવ્યું છે કે, વરસાદના કારણે જિલ્લા અને શહેરોમાં સામાન્ય વરસાદ આવતા જ લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે વિકાસના નામે યોજનાઓમાં વપરાયેલા કરોડો રૂપિયા સામાન્ય વરસાદના પાણીમાં તણાઈ ચૂક્યા હોય તેવો ઘાટ ઘડાયો છે ભરૂચ જિલ્લો ઔદ્યોગિક વસાહતો થી ધમધમતો જિલ્લો છે જેમાં દહેજ ભરૂચ ઝઘડિયા પાનોલી પાલેજ સહિતના વિસ્તારોમાં ઔદ્યોગિક વસાહતો મોટા પ્રમાણમાં આવેલી છે ભરૂચમાં ઘણા લાંબા સમયથી ઔદ્યોગિક વસાહતોના વિસ્તૃતિકરણના કારણે ગ્રામ્ય તેમજ જિલ્લામાં પુષ્કળ વસ્તી વધારો નોંધાયો છે જિલ્લાની વહીવટી અધિકારીઓની અને ગુજરાત સરકારની દુરંદેશી નીતિ ન હોવાના કારણે સમગ્ર ભરૂચ જિલ્લામાં થયેલ વિકાસના કાર્યોમાં ભરપૂર ભ્રષ્ટાચાર થયો હોય તેવું વરસાદ આવતાની સાથે જ જાહેર માર્ગોમાં ગાબડા ભુવા પડી જતા ફલિત થાય છે પ્રતિ વર્ષ એપ્રિલ અને મે મહિનામાં જાહેર માર્ગોની મરામતની કામગીરી ના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે જેમાં નબળી ગુણવત્તાનું મટીરીયલ નો ઉપયોગ કરવાથી જાહેર માર્ગો એક વરસાદ આવે ત્યાં જ તૂટી જતા હોય છે આથી જાહેર માર્ગોની નવીનીકરણની અને મરામતની કામગીરી ની યોગ્ય તપાસ કરવામાં આવે તેવી આવેદનપત્રમાં કોંગ્રેસી પ્રમુખે માંગ કરી છે.
વરસાદના કારણે જિલ્લા અને શહેરના રસ્તાઓમાં થયેલ નુકસાનનું તાકીદે નિરાકરણ લાવવું જરૂરી છે ઉપરાંત જિલ્લામાં આવેલી ઔદ્યોગિક વસાહતો કેટલાક ગામોમાં કુદરતી પાણીનો નિકાલ અવરોધી દિવાલ બનાવી દીધી હોય જેના કારણે અનેક ખેડૂતોને નુકસાન વેચવાનો વારો આવ્યો છે સરકારમાં અને જિલ્લા વહીવટી તંત્રમાં સામાન્ય ખેડૂતોની વ્યથા ને સાંભળવા માટે કોઈપણ પાસે સમય નથી ખેડૂતોને નુકસાની થાય તેવા અવરોધો ઊભા થયા છે તો તેને દૂર કરવા જરૂરી છે તેમ જ ભરૂચ જિલ્લામાં બુલેટ ટ્રેન એક્સપ્રેસ હાઈવે ડીએમએફસી અને નર્મદા યોજનાની કેનાલો પણ પૂરતા પ્રમાણમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે ખેડૂતોના પાકમાં ભારે નુકસાન થાય છે તો આ પ્રોજેક્ટ અંતર્ગત પાણીના નિકાલની વ્યવસ્થા કરવી તેવી પણ માંગ કરી છે ભરૂચ જંબુસર આમોદ અંકલેશ્વર જેવા નગરપાલિકા વિસ્તારોમાં અણગઢ વહીવટના કારણે સામાન્ય લોકોનું જીવન અસ્તવ્યસ્ત બન્યું છે જે વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો ગટરોના ખુલ્લા ઢાંકણ અકસ્માતના બનાવને નોતરે છે આથી વહીવટી તંત્ર ની અણ આવડત અને બેદરકારીના કારણે વિકાસના નામે માત્ર ભ્રષ્ટાચાર થતો હોય તેવું જણાય છે આથી ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રજાની સુખાકારી માટે જાહેર માર્ગો સહિતના કામોની થયેલ કામગીરીમાં યોગ્ય તપાસ કરવા કલેકટરને લેખિત પત્ર લખી માંગ કરી છે.