ઝધડીયા તાલુકાના દુમાલા વાઘપુરા ગામે મહિનાઓથી પીવાના પાણીની પાઇપલાઈનોમાં ભંગાણ સર્જાતા ગટર યુક્ત પાણી પીવા લોકો મજબુર..
ગ્રામપંચાયત દ્વારા ગ્રામજનોને ગંદા પાણી નું વિતરણ કરવામાં આવી રહ્યું છે
વર્ષો જૂની પાઇપો હોવાથી એક સાંધે તો તેર તૂટે જેવી સ્થિતિ…!
ઝધડીયા તાલુકાના દુમાલા વાઘપુરા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં સમગ્ર નગર અને શેરી મોહલ્લા માં વર્ષો જૂની પીવાના પાણી ની લાઈનોમાં ભંગાણ સર્જાયું છે પીવાના પાણી ની લાઈનો મહિનાઓથી તૂટી જતા પાણી બહાર વહી જતા પાણી નો વેડફાટ થઈ રહ્યો છે…
જેમાં દુમાલા વાઘપુરા ના સુથાર ફળિયા નવરાત્રી ચોક, ડૉ વાળા ફળિયા સહિત અન્ય વિસ્તારો માં પીવાની પાણી ની લાઈનો તૂટી જતા દરરોજ નું હજારો લીટર પાણી બહાર વહી રહ્યું છે તથા આ જગ્યા ઉપર ખાડા પડી જવા ના કારણે વરસાદી પાણી તેમજ લોકાના બાથરૂમ નું ગન્દુ પ્રદુષિત પાણી તે ખાડા માં જઈ રહ્યું છે જેના કારણે તૂટેલી પીવાના પાણી ની લાઈન માં તે ભળી રહ્યું છે જેના કારણે દુમાલા વાઘપુરા ના ગ્રામજનો તેમજ તેવોના બાળકો ના સ્વસ્થ્ય ઉપર પાણીજન્ય બીમારીઓ નો ખતરો મંડરાઈ રહ્યો છે..
મહિનાઓ વીતવા છતાં આ બાબતે દુમાલા ગ્રામ પંચાયત ના સત્તાધીશો દ્વારા હજુ કોઈ આ બાબતે કોઈ સમારકામ કરવામાં નથી આવ્યું કેટલીક જગ્યા ઉપર સમારકામ કરવામાં આવે છે તે પણ વિના આયોજન અને હલકી ગુણવત્તા ના મટીરીયલ થકી કરવામાં આવતા તે માત્ર અમુક કલાકો માંજ તૂટી જતા ગ્રામવાસીઓ પંચાયત ના અંધેર વહીવટ ઉપર ફીટકાર વરસાવી રહ્યા છે દુમાલા વાઘપુરા હદ વીસ્તારમાં સાંસદ મનસુખ વસાવા ના વરદ હસ્તે લોકાર્પણ કરી તંત્ર દ્વારા થોડા વર્ષ પેહલા ચંદનનગર માં પીવાના પાણી ની ટાંકી બનાવી તેમજ અમુક વિસ્તારમાં પાઇપલાઇન નાંખવાની કામગીરી એક કોન્ટ્રાકાટર ને આપવામાં આવી હતી જેમાં હલકી પાઇપો તેમજ ધારાધોરણ મુજબ ની કામગીરી ના કરતા તે પુરે પુરી લાઈન માં ખામીઓ આવી રહી છે જેમાં કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી હોઈ જે બાબતે નિષ્કાળજી દાખવનાર કોન્ટ્રાકટર
ઉપર કાયદેસર કાર્યવાહી સહિત નવી પાણી ની લાઈન નખવા ગ્રામજનો દ્વારા મૌખિક રજુઆત પણ જેતે સમય ના તલાટીને કરવામાં આવી હતી પરંતુ તેનું પણ હજુ કોઈ નિકાલ ના આવતા ગ્રામજનો દ્વારા અધિકારીઓ ની હજુ સુધી ઊંઘ ના ઉડતા ગ્રામજનો નો છૂપો રોષ દુમાલા વાઘપુરા ગ્રામ પંચાયત ના સત્તાધીસો ઉપર જોવા મળી રહ્યો છે
ત્યારે ગામમાં ઠેર ઠેર પાણી-ડ્રેનેજ, વરસાદી ગટરના પાણી પીવાના પાણી માં ભડતા લોકો ના સ્વાસ્થ્ય ના બગડે તે બાબતે ગ્રામપંચાયત દ્વારા સત્વરે તૂટેલી લાઈનો નું સમારકામ કરવામાં આવે તથા જૂની લાઈન કાઢી આખા નગર માં પાણી ની નવી લાઈનો નાખવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા લોકમાંગ ઉઠવા પામી છે..
રિપોર્ટર / સતીશ વસાવા ઝધડીયા