ભરૂચમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં CBRT પદ્ધતિ નાબૂદ કરી ઉમેદવારોના માર્કસ પ્રસિદ્ધ કરવા કલેકટરને લેખિત આવેદન પાઠવતા યુવાનો
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઘણા લાંબા સમયથી પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર કરી CBRT પરીક્ષા પદ્ધતિથી લેવામાં આવતી દરેક સરકારી ભરતીઓની પરીક્ષા નું આયોજન કરવામાં આવે છે જેનું ભરૂચના યુવા અધિકાર ન્યાય ચળવળના યુવાનો દ્વારા વિરોધ કરી કલેકટર સમક્ષ લીખીત આવીદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
આ લેખિત પત્રમાં યુવરાજસિંહ જાડેજા યુવા અધિકાર ન્યાય ચળવળના ભરૂચ જિલ્લાના પ્રણેતાએ જણાવ્યું છે કે ઘણા લાંબા સમય છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફોરેસ્ટ ઓડિટર સિનિયર સર્વેયર સિવિલ ઇજનેર ગ્રાફિક ડિઝાઇનર વિવિધ કેદરોની ગુજરાત રાજ્ય માં ભરતી કરવામાં આવેલ છે આ તમામ પરીક્ષાઓમાં CBRT પદ્ધતિ લાગુ કરવામાં આવેલ છે જે યોગ્ય નથી, પોલીસ વિભાગની ભરતીઓ પણ ઓફલાઈન થતી હોય છે ઓનલાઇન ભરતી પ્રક્રિયાના કારણે એક કરતા વધુ શ્રેષ્ઠમાં પેપરો લેવામાં આવે છે, જેના કારણે પરીક્ષાના પેપરો નું કોઈ યોગ્ય સ્તર જાળવી શકાતું નથી જેથી આ પરીક્ષા પદ્ધતિને નાબૂદ કરવા વિદ્યાર્થીઓની માંગ છે.
આ ભરતી પક્રિયા માં ટેકનિકલ ખામી ના કારણે પેપરો મોડા લેવાય છે, વિદ્યાર્થીઓનો સમય બરબાદ થાય છે, તેમજ ગુજરાત રાજ્યમાં આ પરીક્ષા લેવાનો કોન્ટ્રાક્ટ એક એવી કંપનીને આપવામાં આવ્યો છે કે જેને આ પ્રકારની પરીક્ષાઓ લેવાનો કોઈ પણ પ્રકારનો અનુભવ નથી.
યુવા અધિકાર ન્યાય ચળવળના યુવકોએ કલેક્ટર સમક્ષ માંગ કરી છે કે આ પ્રકારની ભરતી પ્રક્રિયા નાબૂદ થવી જોઈએ આ ભરતી પ્રક્રિયા અનેક શિફ્ટમાં જુદા જુદા પેપરો લેવામાં આવતા હોય જેના કારણે મહેનતુ વિદ્યાર્થીઓને ભારે વેઠવું પડે છે, આથી આ પરીક્ષા પદ્ધતિ નાબુદ કરવામાં આવે હાલ ગાંધી ચીંધ્યા માર્ગે કાર્યવાહી કરવામાં આવી રહેલ છે , પરંતુ જો આગામી સમયમાં આ પ્રકારની ભરતી પ્રક્રિયાનાબૂદ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે.