Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક દ્વારા સાયબર ક્રાઇમ જાગૃતતા માટે યોજાય પત્રકાર પરિષદ

Share

ભરૂચ જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક દ્વારા સાયબર ક્રાઇમ જાગૃતતા માટે યોજાય પત્રકાર પરિષદ

ભરૂચ જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક દ્વારા લોકોના સાયબર ક્રાઇમમાં બ્લોક કરાવેલ નાણા સાઇબર અવેરનેસ દરમિયાન રિફંડ કરવા સહિતની પ્રજાલક્ષી કામગીરી બાબતે આજે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકોને સાયબર ક્રાઇમ વિશે જાગૃતતા માટે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

Advertisement

ભરૂચ સાઇબર ક્રાઇમ પોલીસ મથક ખાતે પત્રકાર પરિષદમાં જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક એ લોકોને માહિતગાર કરતા જણાવ્યું હતું કે જ્યારે પણ કોઈ વ્યક્તિ સાયબર ક્રાઇમના ગુનામાં ફૂગ બને ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 ઉપર તાત્કાલિક સંપર્ક કરી ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકાય છે આ હેલ્પલાઇન નંબર 24 × 7 કાર્યરત રહે છે, ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા સ્થાનિક લોકોને તપાસ હાથ ધરી તેમને આર્થિક નુકસાની વેઠવી ના પડે તે માટે અકાઉન્ટ ફ્રીજ કરી તેમને તેમના રૂપિયા પરત મળી રહે તે માટે તાત્કાલિક રિફંડ ની જોગવાઈ પણ કરવામાં આવેલ છે ઉપરાંત બાળકોની જાતીય સતામણી તથા સાયબર ક્રાઈમ સંબંધી ગુન્હા માટે માર્ગદર્શન પણ પોલીસ દ્વારા સમયાંતરે પૂરું પાડવામાં આવે છે સમગ્ર ભરૂચ જિલ્લામાં બાળકો અને મહિલાઓ માટે પોલીસ મથકનો તાત્કાલિક સંપર્ક કરી તેમની ફરિયાદનું નિવારણ કરવા કામગીરી હાથ ધરવામાં આવે છે.

ભરૂચ જિલ્લામાં સાઇબર ક્રાઈમના ગુનાથી લોકોને બચાવવા માટે વર્ષમાં 23 વખત આ પ્રકારના કાર્યક્રમો કરી જાહેર જનતાને માહિતગાર કરવામાં આવ્યા છે.

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા વર્ષ 2023-24 માં કુલ 597 અરજીઓ પર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે જેમાં અનેક લોકોને રૂપિયા 2,44,21, 767 જેટલી મોટી રકમમાં નાણા રિફંડ પણ કરી આપવામાં આવેલ છે, તેમ જ હાલ ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા 1333 જેટલી અરજીઓ પર કામગીરી હાથ ધરવામાં આવેલ છે, 7,29,21, 331 વર્ષ 2023- 24 ની 13 33 અરજીઓના આધારે સાત લાખથી વધુની માતબર રકમ સાયબર ક્રાઈમ નો ભોગ બનેલ વ્યક્તિઓને નાણા પરત કરવાની કાર્યવાહી હાલ ચાલી રહેલ છે.

પોલીસ મહાન નિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય દ્વારા સાયબર ક્રાઇમ માં નવી પોલીસી અને તપાસ દરમિયાન અકાઉન્ટ ફ્રીઝ કરવાની કામગીરી ત્રણ સ્ટેજ પર કરવામાં આવે છે તેમજ રિફંડ અને હોલ્ડ પર રહેલી રકમ સાયબર ક્રાઇમના બનાવમાં ભોગ બનેલ અરજદારોને તકલીફ ના પડે તે માટે જિલ્લામાં પોર્ટલના આધારે પણ પ્રોસેસ કરી અરજીઓ પર અરજદારોને મેસેજ મોકલી તેમને જરૂરી વિગતો મેળવી કોર્ટ મારફતે ભોગ બનનાર વ્યક્તિને રૂપિયા પરત કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવે તે સહિતના પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે ઉપરાંત નવી પોલીસી અનુસાર છેતરપિંડીનો ભોગ બનનાર વ્યક્તિ ની નાણાકીય રોડમાં સંડોવાયેલ હોય તો રૂપિયા 5 લાખથી ઓછી રકમ હોય તેવા એકાઉન્ટ ની રકમ લીન મારફત પરત કરવામાં આવે છે તેમજ જો રૂપિયા પ5 લાખથી વધુની છેતરપિંડી હોય તો એકાઉન્ટ ફ્રીજ કરી ભોગ બનનારને તમામ રૂપિયા પરત મેળવવા માટેની કામગીરી પોલીસ વિભાગ દ્વારા હાલ કરવામાં આવી રહી છે.

ઉપરાંત પોલીસ દ્વારા ચેતવણીના ભાગરૂપે લોકોને સાયબર ક્રાઇમ સંબંધી ગુનાઓ ન બને તે માટે પોતાના તમામ પ્રકારના સોશિયલ મીડિયાના એકાઉન્ટ લોક રાખવા માટે પણ જણાવ્યું છે તેમજ સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિ સાથે સંપર્ક ન કરવો ઉપરાંત પોતાના એકાઉન્ટને લગતા વ્યક્તિગત કે કૌટુંબિક વિડિયો શેર ના કરવા વધુ પડતી નફાવાળી સ્કીમો કે ઓછા રૂપિયા રોકી વધુ નફો મેળવતી કંપનીઓમાં રૂપિયાનું રોકાણ ન કરવું તેમજ કેન્દ્રની જુદી જુદી સરકારી એજન્સીઓ જેવી કે સીબીઆઇ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ સહિતના પ્રાઇવેટ લોકો તેમનો ડર બતાવીને જે છેતરપિંડી આચરે છે તેવા કિસ્સામાં તાત્કાલિક નજીકના પોલીસ મથકનો સંપર્ક કરવો કોઈ પણ વ્યક્તિ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ યુઝર આઇડી પાસવર્ડ અન્ય કોઈ વ્યક્તિને શેર ન કરવા તેમજ બેંક એકાઉન્ટની વિગતો આધાર કાર્ડ પાનકાર્ડ વગેરે અપડેટ કરવા માટે whatsapp ની લીંક નો કોઈ પણ પ્રકારનો ઉપયોગ ન કરવો તેમ લોકોને સાવચેતીના પગલાના ભાગરૂપે જણાવ્યું છે.


Share

Related posts

ઝઘડિયા તાલુકામાં ઠેરઠેર ઉભા કરાયેલા રેતીના ઢગલાઓમાં નિયમ જળવાય છે ખરા?

ProudOfGujarat

ભરૂચ : જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તેવાં નર્મદા મૈયા બ્રિજનું આગામી 12 મી જુલાઇના રોજ લોકાર્પણ કરાશે.

ProudOfGujarat

ભરુચ : નેશનલ હાઇવે 48 ઉપર 12 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ: રાહદારીઓ ત્રસ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!