ઝઘડીયા માં ગલ્લાનું તાળું તોડી રૂપિયા લઈ જઈ નુકસાન પહોંચાડતા દુકાનદારે નોંધાવી પોલીસ ફરિયાદ
ભરૂચ ના ઝઘડીયા વિસ્તારમાં લારી ગલ્લાના વેપારી પર જૂની અદાવત નો ખાર રાખી અન્ય બે વ્યક્તિઓ એ તેમના ગલ્લા ને નુકસાન પહોંચાડી ગલ્લાનું તાળું તોડી રૂપિયા લઇ સળગાવી નાખ્યા ને ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવી છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ઝઘડિયા ના નાના સંજા ગામના ટાંકી ફળિયુ વિસ્તાર ના રહેવાસી સુનિલ સુકાભાઈ વસાવા પોતે લારી ગલ્લા ચલાવી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવતા હોય તાજેતરમાં રાત્રિના સમયે જૂની અદાવત નો ખાર રાખી સંજય પ્રવીણ વસાવા અને જીગ્નેશ વસાવા નામના બે શખ્સો દ્વારા તેમના ગલ્લા પર જઈ તોડફોડ કરી નુકસાન કરી સળગાવી નાખવાના ઇરાદાથી તેઓ દ્વારા ગલ્લા પાસે આગ લગાવવામાં આવી હોવાની સુનિલભાઈ ને અનિલભાઈ વસાવા એ ટેલીફોનિક જાણ કરેલ હોય આથી તાબડતોબ સુનિલભાઈ વસાવા પોતાના ગલ્લે પહોંચી ગયેલ હોય ત્યાં જઈને જાણવા મળ્યું કે સંજય તથા જીગ્નેશ દ્વારા ગેરકાયદેસર રીતે તેમના ગલ્લા નું તાળું તોડી વકરાના રૂપિયા 10000 ગલ્લામાંથી કાઢી લીધેલ હોય આસપાસમાં તેમની રેકડી તથા ગલ્લાની આજુબાજુ આગ લગાવેલ હોય જે આગને તાત્કાલિક સુનિલભાઈ દ્વારા ઓલવવામાં આવી પરંતુ તેમ છતાં તેમના ગલ્લામાં તેમજ તેમની લારીના ભાગમાં આગ લાગી જતા અંદર પડેલો સામાન તેમજ લારી બળી ગયેલ હોય તેનું રૂપિયા તેમને રૂપિયા 1200 નું નુકસાન વેઠવું પડ્યું હોય આથી સુનિલભાઈ સુકાભાઈ વસાવા એ પોલીસ મથકમાં સંજય વસાવા અને જીગ્નેશ વસાવા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવેલ છે અને તેમનું થયેલું રૂપિયા 12,200 નું નુકસાન તેમની પાસેથી મેળવવા દાવો કરેલ છે. ઝઘડીયા પોલીસે હકીકતને ધ્યાને ફરિયાદ નોંધી ભારતીય ન્યાય સંહિતા વર્ષ 2023 ની કલમ 326(f) , 305, 54 મુજબ ગુનો નોંધી બંને આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરેલ છે.