Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચના પ્રતિભા સંપન્ન પત્રકાર હારુન પટેલનું અકાળે નિધન થતાં પત્રકારત્વ જગતમાં ઘેરા શોકની લાગણી

Share

ભરૂચના પ્રતિભા સંપન્ન પત્રકાર હારુન પટેલનું અકાળે નિધન થતાં પત્રકારત્વ જગતમાં ઘેરા શોકની લાગણી

ભરૂચના પત્રકાર હારુન પટેલ નું અત્યંત નાની વયે અકાળે નિધન થતા પત્રકારત્વ જગતમાં તેમની ખોટ પૂરી શકાય તેમ ના હોય, ટૂંકાગાળાની બીમારીમાં સારવાર કારગત ન નિવડતા તેમનું અકાળે નિધન થતાં સમગ્ર ભરૂચ જિલ્લામાં પત્રકાર મંડળમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

Advertisement

ભરૂચના પત્રકાર હારુન પટેલે અત્યંત નાની વયમાં એક ચેનલમાં કેમેરામેન તરીકે કામગીરી કરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તેઓએ કેમેરામેન , સ્ટોરી રાઇટર, સીટી રિપોર્ટર સહિતની પત્રકારત્વ જગતમાં અનેક સફળ કામગીરી કરી છે, અવારનવાર પ્રજાની સમસ્યાઓ સાથે ચાલી ઘટના સ્થળ પર જઈ સ્ટોરી બનાવતા હતા, પ્રજાના સુરને વાચા આપવા ઠેર ઠેર જગ્યા ઉપર જઈ પ્રજાના પ્રશ્ન લાઈવ કવરેજ કરી સ્ટોરી બનાવી અનેક વખત સફળ કામગીરી કરેલ છે, એક નીડર વ્યક્તિત્વ બાહોશ પત્રકાર ભરૂચ પત્રકારત્વ જગતમાંથી વિદાય લેતા સમગ્ર પત્રકારત્વ આલમમાં ઘેરો શોક પ્રસરી જવા પામ્યો છે, ટૂંક સમય પહેલા તેઓ હોસ્પિટલે સારવાર લઈ રહ્યા હતા, પરંતુ તેઓની સારવાર કારગત ન નિવડતા તેમનું નિધન થયું છે, પત્રકારત્વ જગતમાં તેઓએ VTV, KTV , ગુજરાત પ્રભા, સીટી ચેનલ, અને પ્રાઉડ ઓફ ગુજરાત સહિતની ચેનલો , પોર્ટલ , વેબ ન્યુઝ, સાપ્તાહિક અનેક જગ્યાએ પોતાની પ્રતિભાનો પ્રકાશ પાથર્યો હતો, આજે તેમની વશમી વિદાયથી આ તમામ જગ્યાઓ પર સતત વોચડોગ ની ભૂમિકા ભજવતા હારુન ભાઇ આપણી વચ્ચે જ્યારે નથી રહ્યા ત્યારે તેમની યાદો હર હંમેશ આપણી વચ્ચે જીવંત રહેશે.સ્વ.હારુન પટેલ ને પ્રોઉડ ઓફ ગુજરાત પરિવાર ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પે છે…


Share

Related posts

અંકલેશ્વરનાં સુરતી ભાગોળનાં ખખડધજ રસ્તા બાબતે સ્થાનિક લોકો દ્વારા ઢોલ નગારા વગાડી રેલી કાઢી અનોખો વિરોધ કરવામાં આવ્યો.

ProudOfGujarat

જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીનું જિલ્લા સમાહર્તા દ્વારા ઉદ્ઘાટન

ProudOfGujarat

તાઉ-તે વાવાઝોડાને કારણે ભરૂચ જિલ્લાના ખેડૂતોનાં પાકોમાં તબાહી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!