ભરૂચ ના રહાડપોર વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા 3 પરપ્રાંતીય શકશોને ઝડપી પાડતી પોલીસ
ભરૂચ પોલીસ અધિક્ષક દ્વારા દારૂ જુગારની બેફામ બનેલી પ્રવૃત્તિઓને અટકાવવા માટે પોલીસ મથકોમાં સુચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને ભરૂચ શહેર પોલીસે રહાડપોર વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા ત્રણ પરપ્રાંતિય શખ્સોને ઝડપી લઇ અટકાયત કરી છે.
ભરૂચમાં તાજેતરમાં દારૂ જુગારની પ્રોહિબિટેડ પ્રવૃત્તિઓને અટકાવવા માટે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા સૂચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને ભરૂચ પોલીસ રહાડપોર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રહે બાતમી મળેલ કે રહાડપોર વિસ્તારમાં પ્લેટિનમ કોમ્પલેક્ષની પાછળના ભાગમાં ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો જાહેરમાં પત્તા પાના વડે રૂપિયાની હાર જીતનો પોતાના અંગત ફાયદા માટે જુગાર રમી રમાડતા હોય આ ખાનગી રહે મળેલ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા જુગારની પ્રોહીબીટેડ પ્રવૃત્તિ ચાલતી હોય પોલીસે બાતમીના આધારે રહાડપોર વિસ્તારમાં દરોડો પાડ્યો હતો.
જેમાં પ્લેટિનિયમ કોમ્પલેક્ષની પાછળના ભાગમાં કેટલાક સકસો રૂપિયાની હાર જીતનો જુગાર રમતા હોય જેમાં (1)મહંમદ ઇસ્તેખાર મહંમદ ઉંમર વર્ષ 37 રહે. મુક્તમપુરા ભરૂચ મૂળ રહે. બિહાર પટના, (2)મોહમ્મદ રહેન મોહમ્મદ સતાર ખાન ઉંમર વર્ષ 26 હાલ રહે રહાદપુર ભરૂચ મૂળ બિહાર, (3) મહંમદ તબરેજ મહંમદ શેખ ઉંમર વર્ષ 26 રહે. સ્ટાર ડિસ્પ્લે ના ગોડાઉનમાં મૂળ રહે બિહાર જે ત્રણેય પરપ્રાંતીય શકશો જાહેરમાં રૂપિયાની હાર જીતનો અંગત ફાયદા માટે જુગાર રમી રમાડતા હોય તેઓને પોલીસે દરોડા દરમિયાન ઝડપી પાડ્યા હોય તેઓની આકરી ઢબે પૂછતાછ કરતા દાવ ઉપરના રૂપિયા 1000 પત્તા પાના મોબાઈલ ફોન નંગ -3 કિંમત રૂપિયા 15000 અંગ જડતી ના રૂપિયા 9,200 સહિત કુલ રૂપિયા 25,200 નો મુદ્દા માલ પોલીસે ઝડપી લઇ ત્રણેય પર પ્રાંતીય શકશો ની અટકાયત કરી જુગાર ધરા ની કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.