ભરૂચમાં સી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મીની બાઇક ચોરી
ભરૂચમાં સી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મી નર્મદા મૈયા બ્રિજ પર ફરજ બજાવવા જતા તેમની બાઇક ચોરી અંગેની ફરિયાદ નોંધાય છે.
ભરૂચમાં સી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કરમી ગુલાબસિંગ ભારજી વસાવા ઉમર વર્ષ 44 તેઓએ પોતાની બાઈક ચોરી અંગેની ફરિયાદ નોંધાવી છે આ ફરિયાદમાં પોલીસ કરમી એ જણાવ્યું છે કે ગત તારીખ 24 7 24 ના રોજ સાંજના સમયે તેમને પોલીસ સ્ટેશનના પી એસ ઓ નો ફોન આવ્યો હોય કે નર્મદા મૈયા બ્રિજ પર તેઓને ટ્રાફિક નિયમન માટે ફરજ પર જવાનું હોય ત્યારબાદ તેઓ પોતાની માલિકીની બાઈક લઈને નર્મદા મૈયા બ્રિજ પર ટ્રાફિક નિયમનની કામગીરી માટે ગયા હોય ત્યાં તેઓ દ્વારા અંકલેશ્વર તથા ભરૂચના બ્રિજના કટ પર તેઓએ પોતાનું બાઈક જેના રજીસ્ટર નંબર GJ- 22-L-2387 હોય જે પોતાની માલિકીનો હીરો કંપનીની પેશન પ્રો ગાડી તેઓએ ભરૂચ અંકલેશ્વર બ્રિજના કટ પાસે ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલી હોય તેઓ ત્યારબાદ ફરજ પર નર્મદા મૈયા બ્રિજ પર ટ્રાફિક નિયમન અંગે કામગીરી કરતા હોય રાત્રે તેઓની ડ્યુટી પૂરી થતાં પોતાનો બાઈક પાર્ક કરેલું હોય તે જગ્યા પર બાઈક લઇ ઘેર જવા માટે પરત ફર્યા હોય તે સમયે તેઓને બ્રિજના કટ પાસે પોતાનું બાઈક મળી આવેલ ન હોય આથી તેઓએ સી- ડિવિઝન પોલીસ મથકમાં આ બાબતે ફરિયાદ નોંધાવેલ છે અને તાત્કાલિક અસરથી કામગીરી કરી બાઈક ચોરી કરનાર શખ્સોને ઝડપી પાડવા પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.