ભરૂચના દરિયા વિસ્તારમાંથી જાહેરમાં આંક ફરક નો જુગાર રમતા એક ને ઝડપી પાડતી ઝઘડીયા પોલીસ
ભરૂચમાં ઘણા લાંબા સમયથી દારૂ જુગારની પ્રવૃત્તિઓ બેફામ રીતે વધી ગયેલ હોય જેના પગલે અસરકારક કામગીરી કરવા પોલીસ અધિક્ષક દ્વારા વિવિધ પોલીસ મથકમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટેની કામગીરી કરવા સૂચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને ઝઘડિયા પોલીસે જાહેરમાં આ ફરક નો જુગાર રમતા એક શખ્સને ઝડપી પાડ્યો છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ઝઘડિયા પોલીસને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ની સુચના અનુસાર જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ડામવા માટે ની કામગીરી કરવાની હોય જે અનુસંધાને ઝઘડિયા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમયે તેઓને બાતમી મળેલ કે દરિયા ગામના ખાડી ફળિયું ખાતે એક શખ્સ જાહેરમાં જુગાર રમી રમાડતો હોય જે ચોક્કસ બાતમીના આધારે ઝઘડીયા પોલીસે દરોડો પાડતા શૈલેષ કાંતિભાઈ વસાવા ઉમર વર્ષ 43 રહે દરિયા ખાડી ફળિયુ ઝઘડિયા જિલ્લો ભરૂચ તેઓ પોતાના રહેણાંક મકાનની પાછળના ભાગમાં જાહેરમાં ખુલ્લામાં આંક ફરક નો જુગાર રમી રમાડતા હોય જેને પોલીસે રંગે હાથે દરોડા દરમિયાન ઝડપી પાડેલ છે પોલીસ દરોડા દરમ્યાન અન્ય એક આંક ફરક ના આંકડા લખાવતો હોય તે પોલીસને જોઈને ઘટના સ્થળથી નાસી છૂટ્યો હોય પોલીસે શૈલેષ વસાવાને ઝડપી લઇ તેમની પંચો રૂબરૂ અંગ જડતી કરતા વિવિધ ચિઠ્ઠીઓમાં જુદા જુદા આંકડાઓ લખેલ હોય તેમ જ રૂપિયા 935 અંગજડતી દરમિયાન તેમની પાસેથી મળી આવેલું હોય પોલીસે જુગાર રમતા આ શખ્સ ને ઝડપી લઇ આગળ જુગાર ધારાની કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.