છેલ્લા ઘણા સમયથી વાલિયા ગ્રામ પંચાયતનાં સરપંચ ગોરધનભાઈ વસાવા વિરુધ તેઓના જ સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી હતી. જેમાં સભ્યોનો આક્ષેપ છે કે સરપંચ પોતાની મનમાની અને આપખુદ નિર્ણયો કરતા હોવાને પગલે અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી હતી. જે બાદ ટૂંક સમયમાં ફરી સબ્યોએ અવિશ્વાસની દરખાસ્ત પરત ખેંચી લીધી હતી. ત્યારે હાલ ફરી આ સભ્યોએ સરપંચ ગોરધન વસાવા સામે ફરી અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી છે. આજ રોજ વાલિયા ગ્રામ પંચાયતના ૧૨ સભ્યો પૈકી ૯ સભ્યોએ વાલિયા તાલુકા વિકાસ અધિકારી કે.કે.પટેલને વાલિયા ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરી છે. જેને પગલે ફરી એકવાર વાલિયા ગામમાં ભૂકંપ સર્જાયો છે. આ ગ્રામ પંચાયતમાં વારંવાર આવી પરિસ્થિતિને પગલે ગ્રામજનોના વિકાસલક્ષી કામો ટલ્લે ચઢી ગયા છે. અને ગ્રામજનોમાં પણ ગ્રામ પંચાયતના સત્તાધીશો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ ગ્રામ પંચાયત થકી ગામનો સર્વાંગી વિકાસ થશે કે પછી પાંચ વર્ષે આમ જ પૂર્ણ થઇ જશે તેવી ગ્રામ લોકોમાં ચર્ચાએ પણ જોર પકડ્યું છે.