Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચના નેત્રંગમાં જાહેરમાં જુગાર રમતા 2 પત્તા પ્રેમીઓને ઝડપી પાડતી પોલીસ

Share

ભરૂચના નેત્રંગમાં જાહેરમાં જુગાર રમતા 2 પત્તા પ્રેમીઓને ઝડપી પાડતી પોલીસ

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં ચાલતી દારૂ જુગારની ગેરકાનૂની પ્રવૃત્તિઓને અટકાવવા માટે સૂચના આપવામાં આવેલ હોય જેના અનુસંધાને નેત્રંગ પોલીસે જાહેરમાં જુગાર રમતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે, અન્ય ચાર ફરારી શખ્શો ને ઝડપી પાડવા પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરેલ છે.

Advertisement

આ બનાવની મળતી વિગતો અનુસાર ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ની સૂચના અનુસાર જિલ્લામાં ચાલતી દારૂ જુગારની ગેરકાનૂની પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે જુદા જુદા પોલીસ મથકો સાથે ચર્ચા કરી સૂચના આપવામાં આવેલ હોય, જે સૂચનાના અનુસંધાને ગઈકાલે નેત્રંગ પોલીસ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન કાંટીપાડા ફોરેસ્ટ પાસે તાલપત્રી બાંધી કેટલાક શખ્સો જુગાર રમી રમાડતા હોય જે ચોક્કસ બાતમીના આધારે નેત્રંગ પોલીસે દરોડો પાડતા કેટલાક શખ્સો જુગાર રમતા હોય, તેવુ ધ્યાને આવતા અમુક શકશો નાશ ભાગ મચાવી બનાવ સ્થળેથી નાસી છૂટ્યા હોય, પોલીસે તે દરમિયાન પંચો બોલાવી તપાસ કરતા બનાવ સ્થળે( 1) પરેશ ઉર્ફે પરીઓ ઠુંઠો પરસોત્તમભાઈ વસાવા ઉંમર વર્ષ 39 રહે. ઝરણા ફોરેસ્ટ કંપની નેત્રંગ (2) પ્રકાશ છનાભાઈ માનસિંગ રહે ઘાટોલી નિશાળ ફળિયુ ડેડીયાપાડા નર્મદા ને ઝડપી પાડ્યા હોય તેમની અંગ જડતી તેમજ તલાસી લેતા રૂપિયા 1090 પોલીસે કબજે લઈ બંનેની આકરી પૂછતાછ કરી હતી બંને શખ્સો કેટલા સમયથી જુગાર રમાડે છે? કેટલા સખશોની સંડોવણી છે? તે સહિતની તલસ્પર્શી વિગતો પોલીસે તેમને પૂછતાછ દરમિયાન જાણવાની કોશિશ કરેલ હતી, જે સમયે નેત્રંગ પોલીસે દરોડો પાડયો તે સમયે અન્ય ચાર શખ્સો પોલીસને જોઈ નાશભાગ કરી બનાવ સ્થળ છોડી નાસી છૂટ્યા હોય તેઓને. 1) જયંતિ વસાવા 2)હરેશ વસાવા 3)રતિલાલ વસાવા 4) મહેબુબ ઉર્ફે જમાઈ દિવાન ચાર શખ્સોને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.


Share

Related posts

ભરૂચ આયકર વિભાગનાં અધિકારીઓ ઝધડીયાનાં ખેડૂતોને ઈન્કમટેક્સની નોટિસો ફટકારી ખેડૂતોનાં પૂરાવા માંગી લાંચ પેટે રૂપિયા માંગણી કરી રહ્યા હોવાથી તે અંગે પગલાં ભરવાની માંગણી કરતું આવેદનપત્ર ભરૂચ જીલ્લા કલેક્ટરને આપ્યું હતું.

ProudOfGujarat

ભરૂચ : મુનશી વિદ્યાભવન ખાતે એજ્યુકેશન સેમિનાર યોજાયો…

ProudOfGujarat

માંગરોળ : ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે અંદાજીત સાત કરોડના વિવિધ કામોના ખાર્તમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!