*ભરૂચ ના કોઠીયા માં ખેડૂતોના ખેતરમાં જીઆઇડીસી નું કેમિકલ યુક્ત પાણી ભળી ગયું તેમ છતાં જીપીસીબી ભેદી નું મૌન*
ભરૂચના કોઠીયા ગામમાં જીઆઇડીસી સાઈખા ની કંપનીઓમાંથી તાજેતરમાં અતિ ભારે વરસાદ ના સમયમાં તળાવ તથા ગામમાં અત્યંત મોટા પ્રમાણમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું હોય જે કોઠીયાના ખેડૂતોની ખેતીની જમીનમાં પ્રસરી જવા પામ્યું હોય જેથી ખેડૂતોને પાક લેવામાં મુશ્કેલી પડે છે તેમજ જળચર પશુઓ ના જીવ પણ જોખમમાં મુકાતા હોય છે આથી કોઠીયા ગામના ખેડૂત આગેવાનો દ્વારા આજે કલેકટર સમક્ષ લેખિત આવેદન પત્ર પાઠવી તેમની સમસ્યાઓ જણાવી હતી.
કોઠીયા ગામના રહેવાસીઓ અને ખેડૂતો દ્વારા આજે એકત્ર થઈ ભરૂચ જિલ્લા કલેકટર સમક્ષ ઘણા લાંબા સમયથી જીઆઇડીસી સાઈખા દ્વારા છોડવામાં આવતું હોય આ કેમિકલ યુક્ત પાણી કોઠીયા ગામના ખેડૂતોના ખેતર સુધી પહોંચી ગયું હોય જેના કારણે ખેતીમાં લેવામાં આવતા પાકને ભારે નુકસાની થયું હોવાનો આક્ષેપ આ લેખિત પત્રમાં કોઠીયા ગામના ખેડૂતોએ કર્યો છે ઉપરાંત કોઝવે અને તળાવમાં પણ કેમિકલ યુક્ત પાણીનો ભરાવો થતા કોઠીયા ગામમાં સામાન્ય પ્રજાને કેમિકલ યુક્ત પાણી વચ્ચે કેવી રીતે રહેવું તે સહિતના પ્રશ્નો સર્જાયા છે? કોઠીયા ગામના રહેવાસીઓનું કહેવું છે કે છેલ્લા ત્રણ વર્ષથી આ સમસ્યાનો સામનો અમો કરી રહ્યા છીએ અવારનવાર gpcb ના અધિકારીઓને પણ જાણ કરવામાં આવે છે પરંતુ તેઓ દ્વારા કેમિકલ યુક્ત પાણીના માત્ર નમુના લઈ સંતોષ માની લેવામાં આવે છે, આથી આજે કોઠીયા ગામના રહેવાસીઓ દ્વારા કલેક્ટર સમક્ષ લેખિત પત્ર પાઠવી નિયમિત સવાર સાંજ આવતા કેમિકલ યુક્ત પાણીના કોઠીયા ગામમાં નિકાલથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે આથી આ સમસ્યાનું આગામી સમયમાં યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરી છે.