વાયરસ એનકેફેકાઇટીસ(ચાંદીપુરા) રોગ અટકાયતીના ભાગરૂપે નેત્રંગના ધાંણીખૂટ ગામમાં દવાઓનો છંટકાવ કરાયો
*માટીના લીંપણ વાળા તમામ ઘરોમાં મેલેથીયોન ડસ્ટિંગ કરાયું.
ભરૂચ- ગુરુવાર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસો સામે આવી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લામાં આ રોગા વિભાગ સાથે નગરપાલીકાઓ અને તાલુકા કક્ષાએ પણ એક્શન મોડમાં તંત્ર અગમચેતીના ભાગરૂપે નક્કકર કામગીરી કરી રહી છે.
આરોગ્ય વિભાગ દ્વારા અગમચેતીના ભાગરૂપે ધાંણીખૂટ ગામના તમામ ઘરોમાં, શાળા અને આંગણવાડીમા મેલોથીનના ૫% દવા છંટકાવની કામગીરી કરી હતી. જ્યાં માટીના, કાચા તિરાડ વાળા અને ઝૂંપડા આકારના ઘરોમાં માટીના લીંપણ મકાનની તિરાડો પુરાવાની કામગીરી કરવામાં આવી છે. સાથે આવા મકાનોની ધાર પર જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
વધુમાં તાલુકાઓમાં સઘન સર્વિલન્સ અને ડસ્ટ્રીંગ કામગીરી તમામ ગામોની અંદર અને શહેરી વિસારમાં કરી તથા અન્ય તાલુકાઓમાં પણ ડસ્ટ્રીંગ કામગીરી આરોગા ટીમ દ્વારા ચાલુ કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લામાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત રજૂ થયેલા પ્રશ્નોનો હકારાત્મક નિકાલ
ભરૂચ- ગુરુવાર- દર મહિનાના ચૌથા ગુરુવારે સમગ્ર રાજ્યમાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. આ કાર્યક્રમમાં જિલ્લાના નાગરિકો દ્વારા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવે છે જે પ્રશ્નોનું આવાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદાર નાગરિકો અને સંબંધિત અધિકારીઓની હાજરીમાં સાંભળીને તેનું નિરાકરણ લાવવામાં આવે છે.
જેને અનુલક્ષીને ભરૂચ જિલ્લામાં જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને તેમજ નિવાસી અધિક કલેક્ટર સહિત ઉચ્ચ
અધિકારીઓની ઉપસ્થિતીમાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લાના અરજદાર દ્વારા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જિલ્લા સ્વાગત અંતગર્ત જિલ્લા કક્ષાએથી ઉપસ્થિત અરજદારોના વણઉકેલ્યા પ્રશ્નોને સાંભળી સંબંધિત અધિકારીશ્રીઓ સાથે વિગતે ચર્ચા કરી અરજદારોના પ્રશ્નોનું ઝડપથી અને સમયમર્યાદામાં નિરાકરણ કરવા માટે સૂચના આપી હતી.
આમ, જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત ૧૮ જેટલી અરજીઓમાંથી ૧૪ અરજીઓમાંથી અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે. તેમજ ત્રણ અરજદાર ગેરહાજર રહ્યા હતા. તાલુકા કક્ષાએ તાલુકા વાર યોજાયેલ સ્વાગત કાર્યક્રમની તમામ અરજીઓનો હકારાતાક નિકાલ કરવામાં આવ્યો હતો.