Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

કેન્દ્રીય બજેટને આવકારતું જામનગર શહેર ભાજપ

Share

*કેન્દ્રીય બજેટને આવકારતું જામનગર શહેર ભાજપ*

નાણામંત્રી નિર્મલા સીતારામન એ ૭ મી વખત બજેટ રજૂ કર્યું. જેમાં મુખ્યતઃ ખેડૂતો, મહિલાઓ, યુવાઓ, અને મઘ્યમવર્ગ ને ખાસ ધ્યાને રાખવામાં આવેલ છે. વૈશ્વિક સ્તરે અર્થતંત્ર નબળા પડ્યા હોવા છતાં ભારત નું અર્થતંત્ર વધુ મજબૂત બની રહ્યું છે.

Advertisement

બજેટ માં નોકરિયાત માટે ખાસ પ્રથમ પગાર તથા ચાર વર્ષ માટે પ્રોવિડન્ટ ફંડ માં સહાય, રિયલ એસ્ટેટ, ગોલ્ડ, બોન્ડ્સ ઉપર કેપિટલ ગેઈન્સ ઇન્દેક્સેસન નાબૂદ, આયાતી મોબાઈલ, સોનું, ચાંદી, કેન્સર ની દવાઓના ભાવ ઘટે તેવી ડ્યુટી નીતિ અમલીકરણ, ટેકસ સ્લેબ બદલતા કરદાતા ને ૧૭,૫૦૦ નો ફાયદો, મહિલાઓ માટે ત્રણ લાખ કરોડથી વધુ ની યોજનાઓ, સ્પેસ સેકટર માટે ૧૦૦૦ કરોડ, યુવાઓ માટે ૨ લાખ કરોડ નો ખર્ચ, ૪.૧ કરોડ યુવાઓ ને રોજગારી નું લક્ષ્ય, શહેરી મકાનો માટે ૨.૨ લાખ કરોડ રૂપિયા ની ફાળવણી, સહિત કૃષિ ઉત્પાદકતા, આત્મનિર્ભર, રોજગારી અને કૌસલ્ય, માનવ સંસાધન વિકાસ અને સામાજિક ન્યાય, મેન્યુંફેકચરિંગ અને સરવિસીઝ, શહેરી વિકાસ, ઊર્જા સુરક્ષા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હાઉસિંગ જરૂરિયાત, નેકટ જેન રિફોરમ, પર્યટન સહિત ની બાબતો ને પ્રાથમિકતા આપવાના આવી છે. જેમાં મહિલાઓ, યુવાનો, ખેડૂતો લક્ષી સર્વાંગી બજેટ રજૂ કરવામાં આવેલ, જે દેશ ના અર્થતંત્ર ને મજબૂતી પ્રદાન કરશે, તથા અનુમાંનીત ૧૦.૨% નો જી.ડી.પી વૃદ્ધિ પ્રદાન કરશે.

ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રીવાબા જાડેજા, મેયર વિનોદ ખિમસુરિયા, સ્ટે. કમિટી ચેરમેન નિલેશ કગથરા, શાસકપક્ષ નેતા આશિષ જોષી, દંડક કેતન નાખવા, શિક્ષણ સમિતિ ચેરમેન મનીષ કનખરા, પૂર્વ પ્રમુખ હસમુખભાઇ હિડોચા, અશોક નંદા, શહેર સંગઠનના હોદેદારો, શિક્ષણ સમિતિના સભ્યો, મોરચાના હોદેદારો, વોર્ડ પ્રભારી , વોર્ડ સમિતિના પદાધિકારીઓ, પેઈજ પ્રમુખો, સહિત કાર્યકર્તાઓ એ બજેટને આવકારેલ છે.


Share

Related posts

નર્મદાના ધમણાચા ગામના પાંચ સ્વાતંત્ર સેનાનીઓના પરિવારજનોને સરદાર સાહેબની પ્રતિમાની પ્રતિકૃતિ અને શાલ ઓઢાડી સન્માન કરતા જિલ્લા કલેક્ટર

ProudOfGujarat

ભારતમાં થોડાક મહિનામાં જ બજારમાં મળશે સર્વાઇકલ કેન્સર વિરોધી રસી.

ProudOfGujarat

રાજસ્થાનમાં નાગોરમાં સર્જાયો મોટો અકસ્માત:ટ્રક – ક્રૂઝર વચ્ચે ટક્કર થતા 12 લોકોના મોત થયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!