Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ગુજરાતમાં દારૂ કે નશાની હાલતમાં વાહન ચલાવતા વ્‍યક્‍તિ સાથે પોલીસે જપ્ત કરેલા વાહનો હવે પોલીસ હરાજીથી વેચાણ કરી શકશે

Share

દારૂની સાથે જપ્‍ત થયેલા વાહનોની હવે તત્‍કાળ હરાજી થઇ જશે
નશાબંધી અધિનિયમ-૧૯૪૯માં વટહુકમથી સુધારો અમલમાં આવશે : વર્ષ ૨૦૧૭માં વાહન જપ્‍તી માટે કાયદો સુધાર્યા બાદ ૫૫ હજારથી વધારે વાહનો પકડાયાઃ પોલીસ સ્‍ટેશનમાં પડયા રહીને ભંગાર થતા લક્‍ઝુરિયર્સ અને હેવી વ્‍હીકલની હરાજીથી આવક મેળવાશેઃ વિધાનસભા સત્ર નજીક હોવા વટહુકમ, ૧૫ ઓગસ્‍ટ પહેલા ૧૧ હજાર વાહનોની હરાજી!

તા. ૨૩: ગુજરાતમાં દારૂ કે નશાની હાલતમાં વાહન ચલાવતા વ્‍યક્‍તિ સાથે પોલીસે જપ્ત કરેલા વાહનો હવે પોલીસ હરાજીથી વેચાણ કરી શકશે. રાજય સરકારે નશાબંધી અધિનિયમ- ૧૯૪૯ હેઠળ રાજયસાત થતા વાહનોના તત્‍કાળ હરાજીથી વેચાણ માટે વટહુકમ દ્વારા કાયદામાં સુધારો કર્યો છે. જેને રાજયપાલની મંજૂરી બાદ એકાદ સપ્તાહથી અમલમાં આવશે. વિધાનસભાનું ચોમાસુ સત્ર નજીકના સમયમાં યોજાનાર છે, છતાંયે વટહુકમથી કાયદામાં સુધારા પાછળ સરકારે ૧૫ ઓગસ્‍ટ પહેલા કંડમ વાહનોનો નિકાલનો લક્ષ્યાંક રાખ્‍યો હોવાનું જાણવા મળ્‍યુ છે.

Advertisement

સરકારે વર્ષ ૧૯૪૭ના નશાબંધી એક્‍ટ હેઠળ દંડ અને સજામાં વધારો તેમજ વાહન જપ્તી માટે ફેબ્રુઆરી- ૨૦૧૭માં કાયદો સુધાર્યો હતો. જો કે, પોલીસ દ્વારા જપ્ત થતા વાહનોના નિકાલની કોઈ મર્યાદા નિશ્ચિત થઈ નહોતી. એથી, પાંચ- છ વર્ષમાં દારૂનુ પરીવહન, વેચાણ, ખરીદ અને સંગ્રહ કે સેવનના ગુના હેઠળ જપ્ત વાહનોનો પોલીસ સ્‍ટેશનના કંમ્‍પાઉન્‍ડમાં ઢગલો થઈ રહ્યો છે. એક અંદાજે પાંચ વર્ષમાં ૫૫,૦૦૦દ્મક વધારે વાહનો પોલીસે નશાબંધી એક્‍ટ હેઠળ જપ્ત કર્યા છે. જેમાંથી ૩૧ હજાર વાહનોને બોન્‍ડ કે અન્‍ય ન્‍યાયિક પ્રક્રિયાને આધિન મુક્‍ત કરવામાં આવ્‍યા છે. હવે સરકારે કાયદાની કલમ- ૯૮માં સુધારો કરીને ‘કોર્ટના આખરી ચુકાદા સુધી, બોન્‍ડ અથવા જામીન પર આવા વાહનો મુક્‍ત કરી શકાશે નહી” અર્થાત વાહન જપ્ત જ થશે. તેવી જોગવાઈ સાથે આવા વાહનોને હરાજીથી વેચાણ કરી શકાશે. તેવો સુધારો સુચવ્‍યો છે. જે અંગે તૈયાર થયેલા વટહુકમમા તત્‍કાળ હરાજીનો અધિકાર નાયબ પોલીસ અધિક્ષક- Dy.SP કે તેને સમકક્ષ અધિકારીને સોંપવાની દરખાસ્‍ત છે. જેનો અમલ રાજયપાલની મંજૂરી મળ્‍યા બાદ થશે. દારૂબંધી એક્‍ટ હેઠળ જપ્ત થતા વાહનો પોલીસ સ્‍ટેશનમાં પડયા પડયાં ભંગારમાં ફેરવાઈ રહ્યાં છે, જેમાં લક્‍ઝુરિયર્સ કારનો પણ સમાવેશ થાય છે. (૨૨.૬)

નિર્દોષ જાહેર થયા તો તે વેળાનું મૂલ્‍ય ચૂકવાશે !

નશાબંધી એક્‍ટના કેસમાં જપ્ત થયેલુ વાહન હરાજીમાં વેચાણ થયા બાદ છેક સુધી (સર્વોચ્‍ચ અદાલત સુધી) સંબંધિત કેસના આરોપી અને વાહન દોષમુક્‍ત જાહેર થશે તો શુ થશે ? તેના જવાબમાં ગૃહ વિભાગના અધિકારીએ કહ્યુ કે, આવા કિસ્‍સામાં જે દિવસે વાહન જપ્ત લેવાયુ હતુ તે દિવસે તેની જે કિંમતને આધારે રકમ પરત ચૂકવાશે. જેના આધાર માટે વીમા કંપનીના વેલ્‍યુએશન પરીબળ રહેશે.

તથ્‍ય પટેલ જેવા માલેતુજારોની કાર પણ હરાજીમાં લઈ લેવાશે

પોલીસ સ્‍ટેશન કંમ્‍પાઉન્‍ડ કે બહાર રસ્‍તા નજીક ભંગારના ઢગલાની જેમ પડયા રહેતા જપ્ત વાહનોમાંથી ટાયર સહિતના સ્‍પેરપાર્ટ્‍સ ગાયબ થાય છે, ચોરાય છે. મર્સિડિઝ, BMB, ઓડી, જેગ્‍યુઆર જેવી લક્‍ઝુરિયર્સ કાર અને કેટલાક કિસ્‍સાઓમાં તો વિન્‍ટેજ મોટરકારથી લઈ મોંધા ટુ- વ્‍હિલર્સનો પણ સમાવેશ થાય છે. હાલમાં જ વિવાદમા રહેલી તથ્‍ય પટેલના હિટ એન્‍ડ રન કેસની જેગ્‍યુઆર જેવી કારની પણ હરાજી થશે.


Share

Related posts

સુરત : જે બી ડાયમંડ હાઈસ્કૂલ લસકાણા ખાતે પ્રાથમિક શિક્ષકોની ચિંતન શિબિર યોજાઈ.

ProudOfGujarat

સુરત : ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદેસર રીતે રૂપિયા ઉઘરાણી કરતા વિવાદ વકર્યો, ગુજરાત પ્રદેશ મહામંત્રી દર્શન નાયકએ સ્થળ મુલાકાત કરી

ProudOfGujarat

પાલેજ ગ્રામ પંચાયત સદસ્ય સલીમ વકીલનાં હસ્તે મોબાઈલ પશુ દવાખાનાનું લોકાર્પણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!