Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં અંકલેશ્વર તાલુકામાં સૌથી વધુ ૮૧ મિ.મિ વરસાદ નોંધાયો

Share

*ભરૂચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં અંકલેશ્વર તાલુકામાં સૌથી વધુ ૮૧ મિ.મિ વરસાદ નોંધાયો*

*ચાલુ વર્ષ દરમિયાન નેત્રંગ તાલુકામાં સિઝનનો સૌથી વધુ ૭૦ મી.મી, અને જબુંસર તાલુકામાં સૌથી ઓછો ૧૭૧ મી.મી. નોંધાચી*

Advertisement

ભરૂચ – મંગળવાર :- ભરૂચ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ તા. ૨૩ લી જુલાઈ, ૨૦૨૪ને મંગળવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ ૪૦.૬૭ મી.મી. વરસાદ નોંધાયો છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન વરસાદના આંક જોઈએ તો, ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં ૭૬ મિ.મિ,ભરૂચ તાલુકામાં ૩૯ વરસાદ નોંધાયો છે. જ્યારે હાંસોટ ૩૬ મિ.મિ ઝઘડિયા તાલુકામાં- ૩૯ મિ.મિ. અંકલેશ્વર તાલુકામાં ૮૧.નેત્રંગ તાલુકામાં ૩૬ મિ.મિ વાગરા તાલુકામાં ૧૯ મિ.મિ, જબુંસર ૧૬ મિ.મિ, આમોદ ૨૪ મિમિ, મળી ભરૂચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કુલ – ૪૦.૬૭ મીમી વરસાદ નોંધાયો છે.

ભરૂચ જિલ્લાના તાલુકામાં આ મોસમનો કુલ વરસાદની પરિસ્થિતિ જોઈએ તો ભરૂચ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નેત્રંગ તાલુકામાં ૭૭૦ મી.મી નોંધાયો છે, જયારે જબુંસર તાલુકામાં સૌથી ઓછો ૧૭૧ મી.મી. વરસાદ અને ભરૂચ જિલ્લામાં કુલ વરસાદ ૪૦૭.૨૨ મી.મી નોંધાયો હોવાના અહેવાલ ભરૂચ જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.


Share

Related posts

પાલેજ મુખ્ય બજારમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા લારી ગલ્લા ધારકોએ સ્વૈચ્છિક રીતે લારી ગલ્લા ખસેડયા

ProudOfGujarat

આજે એરફોર્સ વાયુસેના દિવસની ઉજવણી નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે વિશેષ કાર્યક્રમ

ProudOfGujarat

વલસાડ નગરપાલિકાને લાગ્યું રોડ રસ્તાનું “ગર્હણ”,વલસાડ નગર પાલિકાની કામગીરીથી પીડાતી પ્રજા !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!