*ભરૂચમાં નગરપાલિકા તંત્રના પાપે ખુલ્લી ગટરમાં ડૂબી જવાથી યુવાન નું મોત*
ભરૂચમાં ખુલ્લી ગટરોના કારણે યુવાન વરસાદના કારણે ગટર ઉભરાઈ જતા તેમાં પડી જવાથી મૃત્યુ થયું હોવાના અહેવાલો મળ્યા છે કહેવાય છે કે ગઈકાલે મૃત જનાર વ્યક્તિ નારાયણ હોસ્પિટલ ખાતે પોતાના નિયમ મુજબ નોકરી પર ગયા હોય પરત ફરતા ખૂબ વરસાદ ને કારણે રસ્તા ઉપર વધુ પડતું પાણી ભરાઈ જતા ખુલ્લી ગટર ના દેખાતા તેમાં ગરકાવ થઈ ગયો હોવાનું આસપાસના રહેવાસીઓએ જણાવ્યું છે.
ભરૂચમાં મનોજભાઈ સોલંકી નામના સફાઈ કર્મચારી પહેલા સિવિલ હોસ્પિટલ ખાતે સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા હાલ તેઓ ભરૂચની નારાયણ હોસ્પિટલ ખાતે ગઈકાલે સફાઈ કર્મચારી તરીકે ફરજમાં ગયેલ હોય ત્યાંથી પરત ફરતા સાંજના સમયે વધુ પડતો વરસાદ હોવાથી સુથિયાપુર ગોલવાડ ના રસ્તા પાસે ખુલ્લી ગટરો ઉપરથી વરસાદી પાણી એક થઈ વહેલ હોય તેઓને કોઈ ખ્યાલ ન રહેતા મનોજભાઈ ખુલ્લી ગટરમાં ગરકાવ થઈ ગયા હોય, ત્યારબાદ તેમની પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરતા તેઓ મળી આવેલ ન હોય આજે સવારે દાંડિયા બજાર સ્થિત ખુલી ગટર માંથી તેઓનો મૃતદેહ મળી આવ્યો હતો, આસપાસના રહેવાસીઓનું જણાવવાનું છે કે તેઓને સંતાનમાં માત્ર બે પુત્રીઓ જ છે પત્ની અને બે બાળકીઓ નું ભવિષ્ય મનોજભાઈ ના મૃત્યુથી દિશાહીન બની ગયું છે.
ઉપરાંત આ વિસ્તારના રહેવાસીઓનો ભરૂચ નગરપાલિકા પર આક્ષેપ છે કે ઘણા લાંબા સમયથી વારંવાર રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં ખુલ્લી ગટર એન્ટ્રસ પર રાખવામાં આવેલ છે ત્યાં કોઈ પણ પ્રકારનું જાડી મૂકવામાં આવેલ નથી માત્ર બેરીકેટ રાખવામાં આવ્યું છે જો તંત્ર દ્વારા યોગ્ય રીતે ગટર પર જાળી મૂકવામાં આવેલ હોત તો મનોજભાઈ નો જીવ ગયો ના હોત તેમના પરિવાર પર આજે આભ ફાટ્યું હોય તેઓ માહોલ સર્જાયો છે તંત્રના પાપે એક પરિવાર પિતા વિહોણો અને એક પત્ની પતિ વિહોણી બની છે તે સહિતની બાબતો આ વિસ્તારના રહેવાસીઓએ જણાવેલ છે અને વધુમાં જણાવ્યું છે કે આ ખુલ્લી ગટરો પર જાડી કે અન્ય કોઈ સુરક્ષા માટેની કામગીરી ન કરનાર પર સખત પગલાં લેવામાં આવે તથા મનોજભાઈ ના પત્નીને સરકાર દ્વારા યોગ્ય વળતર ચૂકવવામાં આવે અથવા તેમને મનોજભાઈના મૃત્યુ પાછળ નોકરી આપવામાં આવે તે સહિતની બાબતો આ વિસ્તારના રહેવાસીઓએ અત્યંત દુઃખ સાથે વર્ણવી હતી.