Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચમાં પશુઓને ડબ્બે પુરવા નગરપાલિકા તંત્ર સમક્ષ સામાજિક કાર્યકરની રજૂઆત

Share

*ભરૂચમાં પશુઓને ડબ્બે પુરવા નગરપાલિકા તંત્ર સમક્ષ સામાજિક કાર્યકરની રજૂઆત*

ભરૂચમાં રખડતા પશુઓનો જાહેર માર્ગો પર અડીંગો જોવા મળે છે, જેના કારણે કોઈપણ વ્યક્તિનો જીવ જાય તે પહેલા પશુપાલકો અને પશુઓના કારણે પાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે તે સહિતની બાબતો એ સામાજિક કાર્યકર્તા અબ્દુલ રજાક દ્વારા ભરૂચ નગરપાલિકા ના મુખ્ય અધિકારી તથા ભરૂચના જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા સમક્ષ લેખિત પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.

Advertisement

સામાજિક કાર્યકર્તા ની રજૂઆતમાં જણાવ્યું છે કે ભરૂચમાં ઘણા લાંબા સમયથી પશુપાલકો અને પશુઓના કારણે અનેક સમસ્યાઓ સર્જાય છે આ અગાઉ પણ અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ નગરપાલિકા તરફથી મળ્યો નથી, ભરૂચના પશ્ચિમ વિસ્તાર સહિત સમગ્ર કોર્ટ બિલ્ડીંગ રોડ, કલેકટર કચેરી સર્કલ , શક્તિનાથ, બાયપાસ ચોકડી સહિતના જાહેર માર્ગો પર પશુપાલકો દ્વારા પોતાના પશુઓને છોડી દેવામાં આવે છે, આથી જાહેર માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો તથા રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે રચના જાહેર માર્ગો પર સતત પશુઓનો અડીંગો જોવા મળે છે , જેના કારણે અકસ્માતનો ભય રહે છે તેમજ ટ્રાફિક જામની સમસ્યા પણ જુદા જુદા વિસ્તારોમાં સર્જાતી હોય છે, આ અગાઉ પણ શ્રવણ ચોકડી નજીક એક વખત ધોરણ 10 ની પરીક્ષા આપી પરત ફરતી એક વિદ્યાર્થીની ને રખડતા પશુઓએ અડફેટે લેતા ગંભીર ઇજાઓ થઈ હતી ઉપરાંત રખડતા પશુઓના કારણે સેવાશ્રમ રોડ પર અનેક રાહદારીઓને અડફેટે લીધા હોય તેવા કિસ્સાઓ પણ નોંધાઈ ચૂક્યા છે, આથી અહીં ભરૂચ નગરપાલિકા સમક્ષ અમારી રજૂઆત છે કે પશુઓને ડબ્બામાં પૂરી કાર્યવાહી કરવામાં આવે અને જો કોઈ નગરજનોનો વાહનચાલકોને રખડતા પશુઓના કારણે જીવ જશે તો નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓને પદાધિકારીઓ ઉપર તથા પશુપાલકો પર માનવ વધ ફોજદારી રહે કાયદાકીય કામગીરી કરવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે અનેક વખત નગરપાલિકા તંત્ર દ્વારા પશુઓને ડબ્બે પુરવાની કામગીરી કરવામાં આવે છે પરંતુ આ કામગીરી માત્ર ફોટોશેશન પૂરતી જ સીમિત બની રહે છે ખરા અર્થમાં પશુઓને ડબ્બે પુરવાની કામગીરી ભરૂચ નગરપાલિકામાં થતી નથી જેના કારણે નિર્દોષ રાહદારીઓ વાહન ચાલકો પશુઓની અડફેટે આવી ઇજાગ્રસ્ત બને છે નગરપાલિકા તંત્ર દ્વારા નકર કામગીરી કરવામાં આવે અને પશુઓને ડબ્બે પુરવામાં આવે તેવી પણ આ લેખિત આવેદન પત્રમાં સામાજિક કાર્યકર દ્વારા માંગણી કરી છે.


Share

Related posts

ઝઘડિયાના કૃષ્ણપરી ગામે જુગાર રમતા છ ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

અલ્યા હાઉ આમ ન હોય..! પર્યાવરણની જાગૃતિ માટે ભરૂચ નગરપાલિકા અને ખાનગી હોસ્પિટલે લગાવેલા બોર્ડ ચર્ચાનું કેન્દ્ર બન્યા..વાંચીને શોધો ખામી..!!

ProudOfGujarat

દેશભરમાં બની રહેલી દુષ્કર્મની ધટનામાં લોકો રોષે ભરાયા છે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે જેમાં સુરતના ડીંડોલી નજીક સાંઇ પોઈન્ટ ચોકડી પાસે વિવિધ સંગઠનો દ્વારા બાળાત્કારીઓને કડક સજા કરવાની માંગણી કરતું વિરોધ પ્રદર્શન યોજાયું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!