Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ પુરું પાડતી ઐતિહાસિક મોટામિયાં માંગરોલની ગાદી ખાતે તેમજ પાલેજ ખાતે ગુરૂપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઇ

Share

હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ પુરું પાડતી ઐતિહાસિક મોટામિયાં માંગરોલની ગાદી ખાતે તેમજ પાલેજ ખાતે ગુરૂપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઇ…

ગુરૂપૂર્ણિમાના અવસર નિમિત્તે તાલુકા મથક મોટામિયા માંગરોળ ખાતે આવેલ ઐતિહાસિક મોટામિયાં માંગરોલની ગાદી ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં ખુબ મોટી સંખ્યામા અનુયાયીઓ હાજર રહ્યા હતા.
ઘેર-ઘેર ગાય પાળો,કોમી એકતા, ભાઈચારો માનવસેવા વ્યસન મુક્તિ, ઘેર ઘેર વૃક્ષો વાવોનો, શિક્ષણ મેળવો તથા ઘેર ઘેર સંસ્કાર આપોનો સંદેશ આપતી મોટામિયાં માંગરોળની ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીએ રહેઠાણ પાલેજ મુકામે તથા તેમના સુપુત્ર-અનુગામી ડો. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તીએ મોટામિયાં માંગરોલની ગાદી ખાતે ઉપસ્થિત રહી મુલાકાત આપી આશીર્વાદ આપ્યા હતા. વર્ષોની પરંપરા અનુસાર ગુરુ પૂર્ણિમાના દિને વિશેષ સંદેશ પાઠવતા જણાવવામાં આવ્યું હતું.

Advertisement

કે ગુરુ- મુર્શીદ પ્રત્યેની આસ્થા અને વફાદારીનો સેતુ મજબૂત કરવાનો સુવર્ણ અવસર એટલે જ ગુરૂપૂર્ણિમા. એકવીસમી સદીની ઝડપમાં ઘણી અગત્યની બાબતોની અવગણના ન થાય તેની કાળજી રાખીએ અને જીવનમાં ગુરૂ-પીર-મુર્શીદ કે માર્ગદર્શકનું સાનિધ્ય આવશ્યક છે. જે જીવનને યોગ્ય રાહ બતાવવા ઉપયોગી છે. આજના દિવસે શિષ્યએ ગુરુ તરફથી મળેલ ઉપદેશ સમજી જીવનમાં ઉતારવો જોઇએ, સાથે કન્યા કેળવણી તથા શિક્ષણ પર ખાસ ભાર મૂકી વૃક્ષ વાવવા, વ્યસન મુક્તિ માટે તથા ઘેર-ઘેર સંસ્કરણ કેળવવા ખાસ આહવાન કરવામાં આવેલ હતું…

:- યાકુબ પટેલ..ભરૂચ…


Share

Related posts

મમતા ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે આજરોજ મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું

ProudOfGujarat

નવસારી જિલ્લા ભાજપ સંગઠન પર્વ અંતર્ગત કાર્યશાળા યોજાઈ…

ProudOfGujarat

ઝઘડિયાના પીપદરા ગામ ખાતે થયેલ યુવકના અપહરણ મામલે ગણતરીના સમયમાં આરોપીઓને પોલીસે ઝડપી પાડયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!