*ભરૂચમાં ઘરફોડ ચોરીનો વણ શોધાયેલ ગુનાનો ભેદ શોધી કાઢતી ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ*
ભરૂચમાં જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓને અટકાવવા માટે તેમજ વણશોધાયેલા ગુન્હા ને શોધી કાઢવા માટે સૂચન આપવામાં આવ્યું હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક ના માર્ગદર્શન મુજબ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે આજથી પાંચ મહિના પહેલા થયેલ ચોરીનો ભેદ ઉકેલ્યો છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ શહેર જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા અને નાયબ પોલીસ અધિક્ષક સી. કે. પટેલ ના માર્ગદર્શન મુજબ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમયે મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે અલગ અલગ ટીમ ને સાથે રાખી પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા આથી સીસીટીવી ફૂટેજ ની મદદથી તથા હ્યુમન ઇન્ટેલિજન્સી અને ટેકનિકલ સર્વલેન્સ ના આધારે એ ડિવિઝન ની ટીમને બાદમે મળેલ કે આજથી પાંચ મહિના પહેલા ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ માં ઘર ફોડ ચોરીની જે ફરિયાદ નોંધાય હતી તેનો ફરાર આરોપી જસવીર સિંઘ ટાક હાલ સાબુગઢ ઝૂંપડપટ્ટી થી નીકળી પોતાની બાઈક લઇ શકતી ના તરફ જઈ રહ્યો છે તે ચોક્કસ બાતમી અને હકીકતના આધારે પોલીસે સાબુગઢ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે રોડ ઉપરથી પંચો રૂબરૂ આ શખ્સને ઝડપી પાડ્યો હોય વિશે તેનું નામ સહિતની વિગતો પૂછતા પોતાનું નામ જસ્બીરસિંગ જોગિન્દર સિંગ ટાંક (શીકલીગર) રહે ગુલબાઈ નો ટેકરો નવજીવન સ્કૂલ પાછળ કશક ભરૂચ ને પોલીસે ઝડપી લઇ આખરી ઢબે પૂછતાછ કરતા પાંચ મહિના પહેલા તેણે બીજા બે શખ્સો સાથે રાખી ઘર ફોડ ચોરી કર્યાનું પોલીસ સમક્ષ કબુલાત આપી હતી પોલીસે ગુનામાં ઉપયોગમાં લીધેલ હોન્ડા સાઈન બાઈક જેનું રજીસ્ટર નંબર GJ-16- DN-0340 તેમજ અંગ જડતીના રૂપિયા 1300 મોબાઈલ નંગ એક કિંમત રૂપિયા 5000 બાઈક ની ચાવી સહિતનો કુલ ₹56,300 નો મુદ્દા માલ કબજે કરી ફરાર આરોપી સતવંત સિંઘ ઉર્ફ સત્તુ ગુરૂદાસ સિંગ તથા વડોદરા નો તેજેન્દ્ર સિંગની શોધખોળ હાથ ધરી સમગ્ર કેસ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસને સોંપી આપ્યો છે.