*જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા નો ભંગ કરતા હરિયાણાના શખ્સને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ*
ભરૂચમાં પોલીસ મહાન નિરીક્ષક તથા જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર મેજિસ્ટ્રેટ ડિસ્ટ્રિક્ટ ના જાહેરનામા નો ચુસ્તપણે પાલન કરવા સૂચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને ભરૂચ મેજિસ્ટ્રેટ ડિસ્ટ્રિક્ટ દ્વારા તાજેતરમાં નર્મદા મૈયા બ્રિજ પર ભારે વાહનો ચલાવવા પર પ્રતિબંધ હોય ફરી એક વખત નર્મદા મૈયા બ્રિજ પરથી ભારે વાહન હંકારતા એક શખ્સને અંકલેશ્વર શહેર પોલીસે ઝડપી લઇ જાહેરનામાના ભંગ શબબ ગુનો દાખલ કર્યો હતો.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર તાજેતરમાં તા. 5/ 5 /2024 થી તા. 4 /8 /2024 સુધી ભરૂચ મેજિસ્ટ્રેટ ડિસ્ટ્રિક્ટ દ્વારા નર્મદા મૈયા બ્રિજ પર ભારે વાહનો ટ્રક, ટેમ્પો ,ટેન્કર સહિતના વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય, તેમ છતાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ ગતરાત્રિના નાઈટ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંકલેશ્વર તરફથી એક અશોક લેલન ટ્રક નં.HR -74 -B -9797 ના ચાલે કે પોતાનો ટ્રક નર્મદા મૈયા બ્રિજ પર ચલાવ્યો હોય આથી મેજિસ્ટ્રેટ ડિસ્ટ્રિક્ટ ના જાહેરનામા નો ભંગ કર્યો હોય જે સબબ અંકલેશ્વર શહેર પોલીસ બી ડિવિઝન દ્વારા જાહેરનામાનો ભંગ કરવા બદલ આરોપી નસિમ શઈદ અહેમદ ઉંમર વર્ષ 31 રહે. મકાન નંબર 57 જેતાના ગામ તાલુકો પુન્હાના જિલ્લો મેવાત (હરિયાણા) ને ઝડપી લઇ જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.