Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ ખાતે ભારતીય પત્રકાર સંઘની બેઠકમાં સંગઠન મજબુત બનાવવા સહિત વિવિધ મુદ્દાઓ ચર્ચાયા

Share

ભરૂચ ખાતે ભારતીય પત્રકાર સંઘની બેઠકમાં સંગઠન મજબુત બનાવવા સહિત વિવિધ મુદ્દાઓ ચર્ચાયા
__________________________________
બેઠકમાં નવા જિલ્લા પ્રમુખની જાહેરાત ઉપરાંત તાલુકા સ્તરના નવા હોદ્દેદારોના નામો વિચારણામાં લેવાયા
__________________________________
ભરૂચ ત‍ા.૧૮ જુલાઇ ‘૨૪
__________________________________
ભરૂચ ખાતે આજરોજ ભારતીય પત્રકાર સંઘની જિલ્લા કક્ષાની બેઠક મળી હતી. જિલ્લા માહિતી કચેરીના સભાખંડમાં મળેલ આ બેઠકમાં ભારતીય પત્રકાર સંઘના જિલ્લા સંગઠનના પ્રમુખ તરીકે ભરૂચના જાણીતા પત્રકાર રીયાજ પટેલની વરણીની જાહેરાત કરવામાં આવી હતી. આયોજિત બેઠકમાં ભારતીય પત્રકાર સંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દિલિપભાઇ ખાચર,સંગઠનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાતના પ્રભારી વસીમભાઇ મલેક,જિલ્લા સંગઠનના પુર્વ પ્રમુખ અને તાજેતરમાં પ્રદેશ ખાતે કાર્યકારી અધ્યક્ષ તરીકે નીમાયેલ વિરલભાઇ ગોહિલ,જિલ્લાના પ્રભારી કનુભાઇ પરમાર,જિલ્લા સંગઠનમાં નવા નીમાયેલ પ્રમુખ રીયાજ પટેલ સહિત ભરૂચ શહેર સહિત અન્ય તાલુકાઓમાંથી આવેલ પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ભારતીય પત્રકાર સંઘના અગ્રણી હોદ્દેદારોનું ફુલહારથી સન્માન કરવામાં આવ્યું હતું. વિરલભાઇ ગોહિલે સ્વાગત પ્રવચનમાં ઉપસ્થિત સહુ પત્રકાર મિત્રોને આવકારીને કાર્યક્રમની રૂપરેખા રજુ કરી હતી. જિલ્લા પ્રભારી કનુભાઇ પરમારે સંગઠનનું મહત્વ સમજાવીને સંગઠન મજબુત બનાવવા અનુરોધ કર્યો હતો. સંગઠનના પ્રદેશ અધ્યક્ષ દિલિપભાઇ ખાચરે પણ તેમના પ્રાસંગિક પ્રવચનમાં સંગઠનને લગતી વાત કરી હતી. ભારતીય પત્રકાર સંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વસીમભાઇ મલેકે આ પ્રસંગે જણાવ્યું કે સંગઠન એટલે સંગઠિત થવું તે,જો એકલી લાકડી હોયતો તે લાકડી જ કહેવાય પરંતું જો ઘણીબધી લાકડીઓ ભેગી મળેતો ભારો કહેવાય,તેથી એકલા રહેવા કરતા એકજુથ થઇ ભારો બનશો તોજ તાકાતવર બનશો એમ સમજાવ્યું હતું. ઉપરાંત તેમણે સંગઠનને એક પરિવાર ગણીને ભારતીય પત્રકાર સંઘ પરિવારના પત્રકારોના લાભાર્થે ભવિષ્યમાં નવા થનાર આયોજનોની જાણકારી આપી હતી. કાર્યક્રમને અંતે જિલ્લા સંગઠનના નવ નિયુક્ત પ્રમુખ રીયાજ પટેલે કાર્યક્રમને સફળ બનાવવા બદલ સહુનો આભાર માન્યો હતો.

Advertisement

Share

Related posts

અમદાવાદમાં કેનેડાના વીઝાના નામે 49 લાખ રૂપિયા લઇ વીઝા એજન્ટ ઓફિસ બંધ કરી ફરાર

ProudOfGujarat

નાગેશ્રી ગામના યુવકની રહસ્યમય સંજોગો માં આત્મહત્યા…વ્યાજ પર ગેરકાયદેસર નાણાં ધીરનાર ને શું લોકોની હાય લાગી…?

ProudOfGujarat

ભરૂચ :જંબુસરના કાવી ગામ ખાતે ઈદની વિશેષ નમાજ અદા કરી ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!