Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં સેવાભાવી સંસ્થાઓની ગૌરીવ્રતને લઈને અનોખી પહેલ..

Share

ભરૂચ જિલ્લામાં સેવાભાવી સંસ્થાઓની ગૌરીવ્રતને લઈને અનોખી પહેલ..

ભરૂચમાં કાર્યરત જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા ગૌરીવ્રતને લઈ વ્રત કરતી બાળાઓને મહેંદી મૂકી આપતા બાળકોના ચહેરા ઉપર દેખાઈ અનેરી ખુશી.

Advertisement

ભરૂચ

જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા ગૌરીવ્રતના પાવન પર્વ નિમિત્તે શાળાની વિદ્યાર્થીનીઓને નિઃશુલ્ક મહેંદી મુકવાનો કાર્યક્રમ યોજાયો હતો સાથે જ બાળાઓ ના હાથ ઉપર ગૌરી વ્રતને લઈ લગાવવામાં આવેલી મહેંદી થી બાળાઓના ચહેરા ઉપર જે મુસ્કુરાહટ હતી તે જ સાચા અર્થમાં માનવસેવા એ જ પ્રભુ સેવાનું સંદેશો આપી રહી હતી

ભરૂચ જિલ્લામાં કાર્યરત જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ મહિલાઓના ઉત્થાન અને તેઓને પગભર કરવા માટે અને સમાજ ઉપયોગી કર્યો કરવામાં હંમેશા અગ્રેસર રહે છે. અને આ ઉપક્રમે જુના ભરૂચના લલ્લુભાઈ ચકલા વિસ્તારમાં આવેલ નવાડેરા મિશ્ર શાળાની વિદ્યાર્થીનીઓને ગૌરીવ્રતના પાવન પર્વ નિમિત્તે નિઃશુલ્ક મહેંદી મુકવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને બાળાઓના હાથ ઉપર મહેંદી મુકવા માટે શાળા આચાર્યો અને શિક્ષકોએ પણ સારો સહકાર આપ્યો હતો સાથે જ બાળાઓના હાથમાં મહેંદી મૂકવામાં આવતા જ બાળાઓ પણ ખુશખુશાલ જોવા મળી હતી અને સાચા અર્થમાં ગૌરી વ્રત કરવાનો અર્થ સાર્થક થતો હોવાનું પણ માનવામાં આવે છે

આ કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને મહિલા બાળ વિકાસ સમિતિના ચેરમેન સુરભીબેન તમાકુવાલા, ભરૂચ નગરપાલિકાના સેનેટરી ચેરમેન હેમાલી રાણા, વોર્ડ નં ૧૧ના નગરસેવક ચિરાગ ભટ્ટ તેમજ જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચના પ્રમુખ નીતિન માને, ઉપ પ્રમુખ જીજ્ઞાશા ગોસ્વામી માને તેમજ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

જોકે ગૌરીવ્રતને લઈ બાળાઓના હાથ ઉપર મહેંદી મૂકવા માટે પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. માત્ર બાળાઓ જ નહીં પરંતુ મહેંદી મુકનાર યુવતીઓમાં પણ અનેરો આનંદ અને ઉમંગ જોવા મળ્યો હતો અને પ્રથમ વખત કોઈ સેવાભાવી સંસ્થા દ્વારા બાળાઓનો ગૌરીવ્રત પ્રત્યે ઉત્સાહ ઉમંગ વધારવા માટેની પહેલ પણ આવકારદાયક છે.


Share

Related posts

સુરત : અન્ય કિન્નરો દ્વારા જાનથી મારી નાંખવાની ધમકી મળતા 80 થી 100 કિન્નરો દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ.

ProudOfGujarat

ગેરકાયદેસર દારૂની દાહોદ જીલ્લામાં ધુસણખોરી કરતા બુટલેગરો ઉપર લાલ આંખ કરતી જીલ્લા પોલિસ

ProudOfGujarat

મહેસાણા જિલ્લાના બેચરાજીમાં નકલી માર્કશીટ બનાવતા 2 ઇસમોની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!