તારીખ ૦૮/૦૨/૧૮ નાં રોજ ડાયેટ રાજપીપળા ખાતે તૃતિયા ઇનોવેશન યોજાયો હતો. જેમાં નર્મદા જીલ્લાના ડી.એફ.ઓ સાહેબ તેમજ જીલ્લા શિક્ષણાધિકારી શ્રી, નર્મદા શ્રી ડો. એન.ડી.પટેલ, શ્રી બી.ડી.બારિયા જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી નર્મદા. સંઘના પ્રમુખ શ્રી હરેન્દ્રસિંહ રાઉલજી તેમજ નર્મદા જીલ્લા પ્રાથમિક અન્ઘના મહામાંન્ત્રીશ્રી ભરતભાઈ પટેલ પ્રાચાર્ય શ્રી એમ.જી.શેખ, દીપકભાઈ ચૌહાણ, સી.આર.સી, બી.આર.સી તેમજ શિક્ષક મિત્રો હાજર રહ્યા હતા.
આ એજ્યુકેશનલ ઇનોવેશન ફેરમાં નવતર પ્રયોગ કરનાર શિક્ષકશ્રીઓને પ્રોત્સાહન અને પ્રેરણા પૂરી પાડવામાં ડી.એફ.ઓ સર એ એમની આગવી શૈલીમા વક્તવ્ય રજુ કર્યું હતું અને ડાયેટ માંથી ૬ થી ૮ તૈયાર કરેલ સી.ડી આપવામાં આવી હતી. જીલ્લા શિક્ષણઅધિકારીશ્રી બી.ડી.બારિયા સરે પણ ગુણવત્તાલક્ષી ઉદબોધન કર્યું હતું. બાળકો અંગ્રેજી, ગણિત જેવા વિષયો પર “ગમ્મત સાથે જ્ઞાન” કરે એવું સ્ટોલ પર જોવા મળેલ છે. લગભગ ૪૫ જેટલા નવતર પ્રયોગ સ્ટોલ પર હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દીપકભાઈ ચૌહાણ સર એ કર્યું હતું.