*ભરૂચના NDPS એક્ટના નાસતા ફરતા આરોપીને મંગલદીપ સોસાયટી ખાતેથી ઝડપી પાડતી એસઓજીની ટીમ*
ભરૂચમાં ગુનાખોરીના વધતા પ્રમાણને અટકાવવા તથા નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા પોલીસ અધિક્ષક દ્વારા સૂચના આપવામાં આવી હોય કે રાજ્ય તથા રાજ્ય બહાર નાસ્તા ફરતા ભરૂચમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા જેના આધારે SOG ની ટીમ પી.આઇ. સહિતનાઓ દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરવામાં આવી હતી, આજરોજ એસોજી ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી ના આધારે NDPS ના ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપીને SOG ની ટીમે ઝડપી પાડ્યો છે.
અંકલેશ્વર વિસ્તારમાં જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં છેલ્લા 6 મહિનાથી એનડીપીએસના ગુનામાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા પોલીસ મહાન નિરીક્ષક વડોદરા વિભાગ તથા પોલીસ નિરીક્ષક ભરૂચના મયુર ચાવડા દ્વારા સૂચના આપવામાં આવી હોય જેના અનુસંધાને આજરોજ એસોજીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે સારંગપુર ગામની મંગલદીપ સોસાયટી ની બાજુમાં ખુલ્લી જગ્યામાં અંકલેશ્વર થી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજા સાથે 1 સક્સ ફોરવીલ ગાડી મારફતે આવેલ હોય જે ગુનાના વોન્ટેડ આરોપી વિક્રમ કુમાર શબુદ્યદેવ મંડલ શીતલ સર્કલ ખાતે આવનાર હોય જે ચોક્કસ બાતમીના આધારે એસોજીની ટીમે તમામ જગ્યા ઉપર વોચ ગોઠવી હોય આથી મળેલ બાતમી અનુસાર , સાળંગપુર ગામની મંગલદીપ સોસાયટી ની બાજુમાં ખુલ્લી જગ્યાએ અંકલેશ્વર થી માદક પદાર્થ ગાંજો મારુતિ શિફ્ટ ડિઝાયર ગાડી નંબર GJ- JH-O4- 5225 મારફત લાવવામાં આવ્યો , હોય ગાંજાની કુલ કિંમત રૂપિયા 6, 1030 નો મુદ્દા માલ પોલીસને તલાશી દરમિયાન મળી આવ્યો હોય , આથી પોલીસે આરોપી વિક્રમ કુમાર સબૂત દેવ મંડળ ઉંમર વર્ષ 26 મંગલદીપ સોસાયટી લક્ષ્મણ નગર રાજપીપળા રોડ સારંગપુર તાલુકો અંકલેશ્વર જીલ્લો ભરૂચ મૂળ રહેઠાણ બિહારીપુર સ્કૂલ પાસે ભટુરીયા થાનાનગર મધ્યપ્રદેશ ને સ્વીફ્ટ ડિઝાયર ગાડી માદક પદાર્થ ગાંજા નો જથ્થો 10.003 કિલોગ્રામ કિંમત રૂપિયા 100030 સાથે ઝડપી લઇ જીઆઇડીસી પોલીસે ના NDPS ની કલમ 8 સી, 20 બી, 25, 29 મુજબ ગુનો નોંધી આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે આગળ વધુ તપાસ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ ચલાવી રહી છે.