માંગરોળ તાલુકાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ના હસ્તે વાડી ગામે નોટબુકો નું વિતરણ કરાયું.
વાંકલ :: માંગરોળ – ઉમરપાડા ના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ના હસ્તે પોતાના વતન વાડી ગામમાં 3500 નોટબુક નું પ્રાથમિક શાળા માં વિતરણ કરવામાં આવ્યું.
ધારાસભ્ય ગણપતભાઈ વસાવા એ પોતાના માતૃ સ્વ : રાલુ બેન તેમજ પિતાશ્રી સ્વ: વેસ્તાભાઇના સ્મૅણાથે વાડી તેમજ વાળી ફળિયા રેટા ના પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓને પોતાના માતા પિતાની યાદમાં જ્યાં પોતે ભણતા હતા તે શાળામાં જઈને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગ ધારાસભ્ય ગણપતભાઈ વસાવા એ જણાવ્યું હતું કે સરકાર આદિવાસી વિસ્તારમાં ભણતર માટે અને યોજનાઓ લાવી છે.જેમાં વિદ્યાર્થીઓના વીમો સ્કોલરશીપ દૂધ સંજીવની યોજના વ્હાલી દીકરી શાળામાં ડ્રેસ સ્વાસ્થ્ય જેવી અનેક યોજનાઓ વિદ્યાર્થીઓ માટે કરી છે જેનો સીધો લાભ વિદ્યાર્થીઓને મળી રહ્યો છે તેમ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું
આ પ્રસંગે સરપંચ ભુપેન્દ્રભાઈ, માજી સરપંચ હરીશભાઈ, નરપતભાઈ,લીમજીભાઇ, ફતેસિંહભાઈ વગેરે ગ્રામજનો વાલીઓ શાળાઓમાં ઉપસ્થિત રહ્યા હતા.