માંગરોળ તાલુકાના વસરાવી નર્સિંગ કોલેજમાં તથા વાંકલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા અટલ બિહારી વાજપેયી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વાંકલ ખાતે વિશ્વ વસ્તી દિવસ ની ઉજવણી કરવામાં આવી.
વાંકલ: માંગરોળ તાલુકાના વાંકલ અને વસરાવી ખાતે વિશ્વ વસ્તી દિવસ ની ઉજવણી કરવામાં આવી. ૧૧ જુલાઈ ૨૦૨૪ વિશ્વ વસ્તી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.જે નિમિતે સંકેત પટેલ મેમોરિયલ નર્સિંગ કોલેજ ના સહયોગ થી તાલુકા આરોગ્ય અધિકારી ડો.સમીર ચૌધરી તેમજ પ્રા.આ.કેન્દ્ર વેરાકુઈઅને વાંકલ ના મેડિકલ ઓફિસર ડો.હરેશ રાદડીયા ના માર્ગદર્શન હેઠળ વિશ્વ વસ્તી દિવસ અંગે ના સેમીનાર નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં નર્સિંગ કોલેજ ના તમામ વિદ્યાર્થી ઓ ને .પ્રા.આ.કેન્દ્ર વેરાકુઈ ના સુપરવાઈઝર મહેન્દ્રભાઈ ચૌહાણ દ્વારા સમજ આપવામાં આવી હતી.સાથે સિકલસેલ રોગ વિશે આરોગ્ય શિક્ષણ આપી તમામ વિદ્યાર્થી ઓ ના સિકલસેલ ની તપાસ કરવામાં આવી હતી. વાંકલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા અટલ બિહારી વાજપેયી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિશ્વ વસ્તી દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. મેડિકલ ઓફિસર ડો. હરેશ રાદડીયા એ વસ્તી નિયંત્રણ અને ટીનેજર પ્રેગ્નન્સી વિશે જાણકારી આપી હતી.આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ ડો.દીપક ચૌધરી દ્વારા વસ્તી નિયંત્રણ વિશે વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું.વાંકલ કોલેજ ના વિદ્યાર્થીઓ વિશ્વ વસ્તી દિવસ જાગૃતિના ભાગરૂપે નાટક ભજવવામાં આવ્યું હતું.પ્રા.આ.કેન્દ્ર વેરાકુઈ તથા વાંકલ ના સ્ટાફ તેમજ સીકલ સેલ કાઉન્સિલર હાજર રહ્યા હતા.
માંગરોળ તાલુકાના વસરાવી નર્સિંગ કોલેજમાં તથા વાંકલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા અટલ બિહારી વાજપેયી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વાંકલ ખાતે વિશ્વ વસ્તી દિવસ ની ઉજવણી કરવામાં આવી.
Advertisement